PHOTOS

માત્ર 2 થી 5 હજાર રૂપિયામાં ફરી આવો રાજસ્થાન, આ 5 શહેરનું કરો બજેટ ટ્રાવેલ

Rajasthan Tourism: ક્ષેત્રફળને જોતા રાજસ્થાન ભારતનું સૌથી મોટું રાજ્ય છે. તેનું નામ સાંભળતા જ ઉંટ અને રણનો વિચાર પહેલા આવે છે, પરંતુ આ રાજ્યમાં ઘણા એવા શહેર છે જે ટૂરિઝમ માટે રાઈટ ચોઈસ છે. અહીંયાના ઐતિહાસિક કિલ્લા અને જૂની ઇમારતો લોકોને પોતાની તરફ આકર્ષિત કરે છે. જો તમે આ 5 શહેરોમાં ફરવાનો પ્લાન બનાવો છો તો 5000 રૂપિયા સુધીનું બજેટ ટ્રાવેલ કરી શકાય છે.

Advertisement
1/5
ઉદેપુર
ઉદેપુર

ઉદેપુર તળાવોનું શહેર છે. આ ભારતના સૌથી રોમેન્ટિક સ્થળમાંથી એક છે. અહીં મોટી સંખ્યામાં કપલ્સ અને યુવા આવે છે. ઉદેપુરમાં તમે ઘણી જગ્યાઓ પર ફરી શકો છો. અહીં તમને પ્રાચિન સંરક્ષિત હવેલીઓ, મહેલો, ઘાટ અને મંદિરોને જોઈ શકો છો. જેમાં સિટી પેલેસ, મહારાણા પ્રતાપ સ્મારક, જગ મંદિર, ફતેહ સાગસ લેક અને પિછોલા લેક સામેલ છે.

2/5
જોધપુર
જોધપુર

જોધપુર રાજસ્થાનનું બીજું સૌથી મોટું શહેર છે. અહીં લાખોની સંખ્યામાં ટૂરિસ્ટ આવે છે. અહીં તમને ઘણા પ્રાચિન કિલ્લા અને ઐતિહાસિક કિલ્લા મળશે. જો તમે તમારા મિત્રો અને પરિવાર સાથે ક્યાંય ફરવા જવાનો પ્લાન કરી રહ્યા છો તો ઉમ્મેદ ભવન, મેહરાનગઢ ફોર્ટ અને મંડોર ગાર્ડન જરૂર ફરજો.

Banner Image
3/5
ચિતોડગઢ
ચિતોડગઢ

આ શહેરમાં તમે ચિતોડગઢનો કિલ્લો જોઈ શકો છો. જે 700 એકર માં બનાવવામાં આવ્યો છે. તેનો ઇતિહાસ મધ્યકાલીન યુગના લોહિયાળ યુદ્ધનો પુરાવો રહ્યો છે. અહીં કિલ્લા બલિદાન અને સાહસના પ્રતિક તરીકે ઉભા છે. આ સ્થાન શ્રીકૃષ્ણની અનન્ય ભક્ત મીરાબાઈ સાથે જોડાયેલું છે અન રાણી પદ્માવતીની કહાની પણ ચિતોડગઢથી જોડાયેલી છે. આ ઉપરાંત વિજય સ્તંભ અહીંયાનું મુખ્ય આકર્ષણ છે.

4/5
જયપુર
જયપુર

જયપુર રાજસ્થાનની રાજધાની છે. તેને ગુલાબી શહેર પણ કહેવામાં આવે છે. કેમ કે, અહીં મોટાભાગના મકાનો આ રંગના છે. આ શહેરમાં તમે અલબર્ટ હોલ, જલ મહેલ, હવા મહેલ, જયગઢનો કિલ્લો, ઓમરનો કિલ્લો, નાહરગઢ ફોર્ટનો નજારો માણી શકો છો.

5/5
રાજસમંદ
રાજસમંદ

રાજસમંદ જિલ્લામાં યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટ કુમ્ભલગઢ ફોર્ટ છે. જ્યાં મોટી સંખ્યામાં ટૂરિસ્ટ ટ્રાવેલ કરવા આવે છે. આ ફોર્ટની ઉંચાઈથી તમને સુંદર નજારો જોવા મળી શકે છે. તેને પાંચમી સદીમાં રાણા કુંભે બનાવ્યો હતો. આ એટલો મોટો છે કે તેને બનાવવા માટે લગભગ 15 વર્ષનો સમય લાગ્યો હતો. આ કિલ્લાની ખાસ વાત એ છે કે અહીં મહાન રાજપુતાના શાસક મહારાણા પ્રતાપનો જન્મ થયો હતો.





Read More