PHOTOS

રેસ્ટોરન્ટમાં આવેલા ગ્રાહકે હદ પાર કરી! પોતાનો વાળ તોડી ભોજનમાં નાંખ્યો અને પછી બબાલ કરી

Rajkot Viral Video : રાજકોટના રેસ્ટોરન્ટમાં ખાવા ગયેલા ગ્રાહકોની વિચિત્ર હરકત...ત્રણ યુવાનોએ રેસ્ટોરન્ટમાં કરી બબાલ...પોતાના જ વાળ તોડીને ડીશની અંદર નાખ્યા બાદ બબાલ...જમવામાં વાળ આવવા મુદ્દે કરી માથાકૂટ.....CCTVમાં ગ્રાહક જાતે વાળ તોડીને ડીશમાં નાખતો દેખાયો...

Advertisement
1/5

રાજકોટના એક રેસ્ટોરન્ટમાં ખાવા ગયેલા ગ્રાહકોની વિચિત્ર હરકત ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. સાધુ વાસવાણી રોડ પર આવેલી મોમીનોઝ હોટલની ઘટના છે. ત્રણ યુવાનોએ રેસ્ટોરન્ટમાં ભારે બબાલ કરી હતી.   

2/5

રેસ્ટોરન્ટમાં જમવા આવેલા યુવકોએ પોતાના જ વાળ તોડીને ડીશની અંદર નાખ્યા હતા, અને બાદમાં રેસ્ટોરન્ટના સંચાલક સાથે બબાલ કરી હતી. 

Banner Image
3/5

જમવામાં વાળ આવવા મુદ્દે યુવકોએ માથાકૂટ કરી હતી. જોકે, ગ્રાહકોની હરકતનો સીસીટીવી ફૂટેજથી ખુલાસો થયો હતો. 

4/5

CCTVમાં ગ્રાહક જાતે વાળ તોડીને ડીશમાં નાંખતો દેખાયો હતો.   

5/5

ઉલ્લેખનીય છે કે, છેલ્લાં કેટલાક સમયથી રેસ્ટોરન્ટના ભોજનમાં વાળ, વંદા તેમજ અન્ય વસ્તુઓ નીકળવાના કિસ્સા સતત વધી રહ્યાં છે. જોકે, તેની સામે છેતરપીંડી કરનારા ગ્રાહકોના કિસ્સા પણ સામે આવ્યા છે. 





Read More