PHOTOS

Photos : રાજકોટમાં બે મહિના બાદ આજે લગ્નના ગીત અને શરણાઇના સૂર સંભળાયા

લોકડાઉન 4.0 માં સરકારે લગ્નની છૂટ આપ્યા બાદ રાજકોટમાં આજે પ્રથમ લગ્ન યોજાયા હતા. માસ્ક અને સોસીયલ ડિસ્ટન્સિંગ સાથે 50 લોકો એકત્રિત થઇ લગ્ન પ્રસંગમાં હાજરી આપી હતી. બે મહિના બાદ લોકડાઉન 4.0 માં રાજકોટના મવડી ગામે લગ્નના ગીત અને શરણાઇના સૂર સંભળાયા હતા. 

Advertisement
1/3

રાજ્ય સરકાર દ્વારા લોકડાઉ 4 માં કેટલીક છૂટછાટ આપવામાં આવી છે. જેમાં લગ્ન પ્રસંગે 50 લોકોને એકઠા થઇ લગ્ન માટે પરવાનગી આપવામાં આવી છે. સરકારે આપેલ છૂટછાટ બાદ રાજકોટમાં આજે પ્રથમ લગ્નના ગીત અને શરણાઇના સૂર સંભળાયા હતા. જેનો હરખ ગામ લોકોમાં જોવા મળ્યો હતો. 

2/3

રાજકોટના મવડી ગામે કણકોટ નજીક બાલાજી ફાર્મ ખાતે રુચિતા કમાણીના લગ્ન પિયુષ મેઘાણી સાથે યોજાયા હતા. જ્યાં તેઓએ રાજકોટ પૂર્વ નાયબ કલેકટર પાસે પરવાનગી મેળવી હતી. આજે 50 લોકો સાથે મળી માસ્ક પહેરી, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરી લગ્ન પ્રસંગ યોજાયા હતા. 

Banner Image
3/3

લગ્ન પ્રસંગમાં હાજરી આપવા આવેલ સગા સબંધી અને સ્નેહીજનોને હાજરી આપતી વખતે સેનેટાઇઝ કર્યા બાદમાં અંદર પ્રવેશ આપવામાં આવ્યો હતો. સરકારની ગાઇડલાઈનનું પાલન કરી વર વધુ લગ્નના તાંતણે બંધાયા હતા. તો સાથે જ કન્યા લગ્નના લહેંગા સાથે ડેકોરેટિવ માસ્ક પહેરેલી જોવા મળી હતી. જે તમામ માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી. 





Read More