PHOTOS

તમે જોઈ કે નહિ રાજકોટની આ ઘટના, રીલ્સની ઘેલછામાં બાળકીને અગાશીની પાળી પર મૂકી

Rajkot News : રીલ્સ બનાવવાની ચક્કરમાં લોકો ઘેલા થઈ રહ્યાં છે. રીલ્સ બનાવવામાં તેઓ પોતાનો તથા બીજાનો જીવ પણ જોખમમાં મૂકી રહ્યાં છે. આવામાં મોતના કિસ્સા પણ વધી રહ્યાઁ છે. ત્યારે રાજકોટમાં બાળકીના જીવને જોખમમાં મૂકી એક યુવક અને યુવતીએ રિલ્સ બનાવી હતી. ત્યારે આ ઘટનાની તસવીરો તમને પણ ચોંકાવી દે તેવી છે.  
 

Advertisement
1/6

રીલ બનાવવાની ઘેલછામાં લોકો તમામ હદ વટાવી રહ્યાં છે. રાજકોટમાં એક નાની બાળકીને પાંચમા માળની પાળી પર એકલી મૂકીને એક યુવક અને યુવતીએ રીલ બનાવી હતી. યુવક અને યુવતીએ બાળકીના જીવને જોખમમાં મૂકી જોખમી સ્ટંટ કર્યા હતા. રાજકોટના મવડી વિસ્તારનો બનાવ હોવાનું કહેવાય છે.

2/6

યુવક અને યુવતી રીલ્સ બનાવવામાં એટલા મશગૂલ હતા કે તેમને ખબર પણ ન પડી કે, બાળકીને પાળી પર બેસાડી છે. આવામાં એક જાગૃત નાગરિકે આ ઘટનાને પોતાના મોબાઈલમાં કેદ કરી છે. જેની તસવીરો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.   

Banner Image
3/6

જો આ બાળકી સાથે કોઈ ઘટના બને તો કોણ જવાબદાર. આખરે રીલ્સ પાછળ કેમ લોકો આટલા ગાંડા બની રહ્યાં છે.   

4/6
5/6
6/6




Read More