Patidar Girl Allegation On Rajkot Police : અભિનેત્રી ક્રિસ્ટીના પટેલે રાજકોટ પોલીસ પર લગાવ્યા ગંભીર આરોપ...માતાને હેરાન કરાયા છતાં ફરિયાદ ન લીધાનો દાવો..મોટા પપ્પા ભાજપના નેતા હોવાથી કેસ દબાવવાનો પ્રયાસ કરાયાનો એક્ટ્રેસનો દાવો...
મુંબઈ રહેતી એક્ટ્રેસ ક્રિસ્ટીના પટેલે રાજકોટ પોલીસ પર આરોપ લગાવ્યા છે. કડવા પાટીદાર સમાજની દીકરી અને એક્ટ્રેસ ક્રિસ્ટીના પટેલે સોશ્યલ મીડિયામાં વીડિયો પોસ્ટ કર્યો છે. પિતા પરેશ અમૃતલાલ અમૃતિયાના અવસાન બાદ માતા-પુત્રીની મિલકત હડપ કરવા પરિવારજનો હેરાન કરતા હોવાના આરોપ લગાવ્યો. માતા અંજુબેન ઘરે એકલા હતા ત્યારે ઘરમાં બળજબરી થી ઘુસી માર માર્યો હોવાનો આરોપ લગાવ્યો. રાજકોટ પોલીસમાં જાણ કરી છતાં ફરિયાદ લેવામાં ન આવતી હોવાનું જણાવ્યું. સાથે જ પરિવારજનો ઘરમાં આવતા અને હુમલો કરતા CCTV જાહેર કરવામાં આવશે.
અભિનેત્રી ક્રિસ્ટીના પટેલે સોશિયલ મીડિયામાં વીડિયો પોસ્ટ કરી રાજકોટ પોલીસ પર આરોપ લગાવ્યો છે. મોટા કાકા ભાજપના નેતા હોવાથી રાજકોટ પોલીસ તેની ફરિયાદ ન લેતી હોવાના આક્ષેપથી ક્રિસ્ટીના પટેલે રડતો વીડિયો હાલ સામે આવ્યો છે.
પિતાના અવસાન બાદ સંબંધીઓ મિલકત માટે પરેશાન કરતા હોવાનો દાવો ક્રિસ્ટીના પટેલે કર્યો છે. તેણે કહ્યું કે, અભિનેત્રીના માતા એકલા હતા ત્યારે કેટલાક લોકો ઘરે આવ્યા હતા. બળજબરીથી ઘરમાં ઘુસી માતાને માર માર્યો હતો. મે પોલીસને જાણ કરી છતાં ફરિયાદ ન લીધાનો આરોપ અભિનેત્રીએ લગાવ્યો હતો.
અભિનેત્રીએ મૃતક પિતા પરેશ અમૃતિયાના ભાઈ સામે અરજી આપી છે અને સાથે પિતાની હત્યા થઈ હોવાની આશંકા પણ વ્યક્ત કરી છે. અભિનેત્રીએ તેના સંબંધી દિનેશભાઈ અમૃતિયા પર આરોપ લગાવ્યા. દિનેશ અમૃતિયા ભાજપના નેતા હોવાથી પોલીસ દ્વારા કોઈ પગલાં ન લેવાયાનો આરોપ તેણે લગાવ્યો. દિનેશ અમૃતિયા જસદણ ભાજપના પ્રભારી છે.
ક્રિસ્ટીના પટેલે પિતા પરેશ અમૃતિયાના ભાઈઓ વિરુદ્ધ અરજી આપી છે. જેમાં આનંદ દિનેશભાઈ અમૃતિયા, દિનેશ અમૃતભાઈ અમૃતિયા, બીપીનભાઈ અમૃતિયા, અશોકભાઈ અમૃતિયા સામે ફરિયાદ કરી છે. ભત્રીજીના આક્ષેપ બાદ દિનેશ અમૃતિયા મીડિયા સમક્ષ આવ્યા. દિનેશ અમૃતિયાએ કહ્યું કે, મા-દીકરી મિલકતમાં ભાગ લેવા આવી છે. 14 વર્ષ ક્યાં હતી, મિલકતમાં ભાગ લેવા આવી ગયા છે. મારા ભાઈનું મોત થયું ત્યારે પણ અમે જાણ કરી હતી. હવે મિલકતોમાં ભાગ લેવા માટે આવી ગયા છે.
હજી ગઈકાલે જ મોરબીમાં સમસ્ય પાટીદાર સમાજે નવરાત્રિ પહેલા ડિસ્કો દાંડિયા ક્લાસિસ પર સવાલો ઉઠાવ્યા છે. ત્યારે પાટીદાર સમાજની આ દીકરી માટે સમાજ આગળ આવીને ન્યાય અપાવશે? પાટીદાર દીકરીની સુરક્ષા માટે બોલતો સમાજ આ દીકરી માટે કેવા પગલા લેશે તે જોવું રહ્યું.