PHOTOS

40 મુસાફરો ભરેલી બસ સુરતમાં બ્રિજ નીચે ખાબકી, ડ્રાઈવરને ઝોકું આવી ગયું

Bus Accident સુરત : સુરતમાં કોસંબા બ્રિજ નીચે મોટો બસ અકસ્માત સર્જાયો હતો. 40 લોકો ભરેલી બસ ખાડીમાં ખાબકી હતી. ડ્રાઈવરને ઝોકું આવી ગયું અને રાજસ્થાનથી મહારાષ્ટ્ર જતી બસ સુરતમાં બ્રિજ નીચે ખાબકી હતી. ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યૂ કરીને તમામ લોકોને બચાવી લેવાયા હતા. જોકે, પગ દબાઈ જતા કટર વડે કાપી બે લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. 

Advertisement
1/5

પ્રાપ્ત માહિતી અનુસાર, વહેલી સવારે 5 વાગ્યે આ બનાવબન્યો હતો. રાજસ્થાનના બાલોત્રાથી મહારાષ્ટ્ર નાસિક જઈ રહી હતી. ત્યારે બસ રાજસ્થાનથી સુરત પહોંચેલી બસના ડ્રાઈવરને ઝોકું આવી ગયું હતુ અને બસ રોડ સાઇડમાં આવેલ કાંસમાં ખાબકી હતી.   

2/5

આ ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસે સુરત ફાયર વિભાગની મદદ માંગી હતી, જેથી સુરત ફાયર વિભાગની ટીમ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા.   

Banner Image
3/5

3 લોકોને ઇજા પહોંચતા નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા. તો પગ દબાઈ જતા કટર વડે કાપી બે લોકોને બહાર કાઢવામાં આવ્યા.

4/5

ઉલ્લેખનીય છે કે, શિયાળાની મોસમ હોવાથી વાતાવરણમાં ઝાકળ હોય છે, આ સમય દરમિયાન અનેક અકસ્માતો થતા હોય છે.   

5/5




Read More