વૈદિક જ્યોતિષ મુજબ આ વર્ષે રક્ષાબંધન પર્વ પર 297 વર્ષ બાદ દુર્લભ ગ્રહોનો સંયોગ બનશે. જેનાથી કેટલાક રાશિવાળાના સારા દિવસો શરૂ થઈ શકે છે.
વૈદિક જ્યોતિષ મુજબ તહેવારો અને પર્વો પર ગ્રહોના વિશેષ સંયોગ બને છે. જેનો પ્રભાવ માનવ જીવન અને દેશ દુનિયા પર જોવા મળે છે. તમને જણાવી દઈએ કે આ વર્ષે રક્ષાબંધન પર 297 વર્ષ બાદ દુર્લભ યોગનો સંયોગ બનશે. આ વર્ષે સૂર્ય કર્ક રાશિમાં, ચંદ્રમા મકર રાશિમાં, મંગળ કન્યામાં, બુધ કર્કમાં, ગુરુ અને શુક્ર મિથુનમાં અને રાહુ કુંભ રાશિમાં તથા કેતુ સિંહ રાશિમાં રહેશે. આવો સંયોગ 1728માં બન્યો હતો. તે સમયે પણ ભદ્રા પૃથ્વી પર નહતા અને ગ્રહોની સ્થિતિ આવી હતી. આ વખતે પણ ભદ્રા રહિત આવો જ યોગ બની રહ્યો છે. જેનાથી કેટલીક રાશિના જાતકોનું ભાગ્ય ચમકી શકે છે. આ સાથે જ કેટલીક રાશિવાળાની આવકમાં વધારો અને નોકરીમાં પદોન્નતિના યોગ છે. જાણો તે લકી રાશિઓ વિશે...
મકર રાશિવાળા માટે 6 ગ્રહોનો દુર્લભ સંયોગ લાભકારી સિદ્ધ થઈ શકે છે. આ સમય દરમિયાન તમને આકસ્મિક ધનલાભના યોગ છે. તમારી નાણાકીય સ્થિતિ ખુબ સારી રહેશે. રોકાણથી તમને લાભ થશે. સંતાન તરફથી શુભ સમાચાર મળી શકે છે. નોકરીયાતોની પદોન્નતિ અને ઈન્ક્રિમેન્ટ થઈ શકે છે. ભાગીદારીના વ્યવસાયમાં મોટો નફો થઈ શકે છે. કાનૂની મામલાઓમાં નિર્ણય તમારા પક્ષમાં આવશે. કરિયરમાં નવી ઉપલબ્ધિઓ મળશે. ધનનું સેવિંગ કરવામાં સફળ રહેશો.
કુંભ રાશિવાળા માટે છ ગ્રહોનો આ દુર્લભ સંયોગ અનુકૂળ સિદ્ધ થઈ શકે છે. તમને માન સન્માનની પ્રાપ્તિ થશે. આ સમયગાળામાં તમને કોઈ શુભ સમાચાર મળી શકે છે. વાહન કે પ્રોપર્ટી ખરીદી શકો છો. નોકરીમાં નવી તકો મળી શકે છે. વિદેશ પ્રવાસ તમારા માટે લાભકારી રહી શકે છે. જોબ કરતા લોકોને કાર્યસ્થળે માન સન્માન અને પ્રગતિની તકો મળી શકે છે. આર્થિક સ્થિતિ સુધરશે.
તુલા રાશિવાળા માટે પણ ગ્રહોનો આ સંયોગ લાભકારી સિદ્ધ થઈ શકે છે. જે કાર્યોમાં અડચણો આવતી હતી તે હવે દૂર થશે. હવે તમારું કામ ઝડપથી આગળ વધશે. અટવાયેલા પૈસા પાછા મળી શકે છે. કોઈ લક્ઝરી આઈટમ ખરીદી શકો છો. બેરોજગારોને નોકરી મળી શકે છે. વેપારીઓને નવો ઓર્ડર મળી શકે છે. સારો એવો ધનલાભ થઈ શકે છે. વિદ્યાર્થીઓ માટે આ સમય અભ્યાસમાં સફળતા અને નવું કૌશલ શીખવા માટે અનુકૂળ રહેશે.
અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, Z 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.