Rakul-Jackky Bhagnani Wedding Photos: બોલીવુડ અભિનેત્રી રકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાનીના લગ્ન ના ફોટા વાયરલ થઇ રહ્યા છે. રકુલ પ્રીત અને જેકી ભગનાનીએ ગોવામાં પરિવાર અને મિત્રોની હાજરીમાં લગ્ન કર્યા હતા. લગ્ન પછી બંનેએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર લગ્નની કેટલીક તસવીરો શેર કરી હતી.
રકુલ અને જેકી ના લગ્નની આ તસવીરો શેર થયાની સાથે જ વાયરલ થવા લાગી છે. લગ્નના આ ફોટોમાં બંને ખુબ જ સુંદર દેખાઈ રહ્યા છે.
રકુલ પ્રીત સિંહે લગ્ન માટે લાઈટ પીચ અને વાઈટ શેડનો લેહેંગો પસંદ કર્યો હતો જેના ઉપર ખૂબ જ બારીક કામ કરવામાં આવેલું છે. રકુલ પ્રીત સિંહના આઉટફીટને મેચ કરતી શેરવાનીમાં જેકી ભગનાની પણ હેન્ડસમ લાગે છે.
બંનેની વરમાલા પણ આઉટ ફીટની જેમ ખૂબ જ અલગ છે. તેમણે લગ્નના આઉટ ફીટને મેચ કરતી વરમાલા ડિઝાઇન કરાવી હતી. વેડિંગ લોકેશન સાથે લગ્નની દરેક બાબતમાં ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું..
જણાવી દઈએ કે રકુલ અને જેકી છેલ્લા ઘણા વર્ષથી એકબીજા સાથે રિલેશનશિપમાં હતા. એકબીજાને લાંબો સમય ડેટ કર્યા પછી બંનેએ 21 ફેબ્રુઆરીએ ગોવામાં લગ્ન કર્યા.
પોતાની લવ સ્ટોરી વિશે જણાવ્યું હતું કે તેમના સંબંધ ખૂબ જ ઓર્ગેનિક હતા. એક કોમન ફ્રેન્ડના કારણે બંને મળ્યા અને પછી પ્રેમ થયો. પ્રેમ પણ ફિલ્મી સ્ટાઇલમાં નહીં પરંતુ સાધારણ રીતે એકબીજાને અનુભવાયો હતો.