PHOTOS

અમદાવાદના રસ્તાઓ પર વિદ્યાર્થીનીઓનો આક્રોશ, સરકારને કહ્યું-we want justice....

દેશમાં મહિલાઓ સલામતી પર સતત પ્રશ્નો મળી રહ્યા છે, અને અસલામતીના ઉદાહરણો સામે આવ્યા છે. જેમાં આજે સવારે આશાની એક કિરણ જોવા મળી. હૈદરાબાદની દિશાને માત્ર 10 જ દિવસમાં ન્યાય મળ્યો. એ હત્યારાઓ જેણે, જીવતેજીવ દિશાને સળગાવી મારી હતી, તેઓને આજે હૈદરાબાદ પોલીસે ઠાર માર્યા હતા. પરંતુ દેશમાં હજી પણ આવી શરમજનક ઘટનાઓ પર અંકુશ આવ્યુ નથી. ક્યાંક ઉન્નાવ, તો ક્યાંક દિલ્હી... ક્યાંક રાજકોટ, તો ક્યાંક વડોદરા.... મહિલાઓનો દેહ પીંખાય છે, ચૂંથાય છે. ત્યારે દેશમાં બનતી આવી ઘટનાઓ પર લોકોનો આક્રોશ વધી રહ્યો છે. દેશમાં બનતી આવી બળાત્કારની ઘટનાઓ અને પીડિત મહિલાઓ પ્રત્યે દુખ અને વેદના વ્યક્ત કરવા અમદાવાદની એમ.પી આર્ટસ અને કોમર્સ કોલેજ દ્વારા જંગી રેલી યોજવામાં આવી હતી.

Advertisement
1/3

એમ.પી. આર્ટસ એન્ડ કોલેજની વિદ્યાર્થીનીઓ તથા મહિલા સ્ટાફે રસ્તા પર ઉતરીને પોતાની સંવેદના વ્યક્ત કરી હતી. લગભગ 250થી વધુ વિદ્યાર્થીનીઓ આ રેલીમાં જોડાઈ હતી. જેઓએ પોસ્ટર્સ તથા નારા લગાવતા એક જ વાત કહી હતી કે, ‘we want justice....’

2/3

રેલીમાં જોડાયેલી યુવતીઓએ કહ્યું હતું કે, દુષ્કમની પીડિતાને ન્યાય અપાવવા માટે બળાત્કારીને ફાંસી આપવી જરૂરી છે. આ રેલીમાં એક તરફ જુસ્સો જોવા મળ્યો હતો, તો બીજી તરફ દેશમાં બની રહેલી ઘટનાઓ સામે ક્યાંક તેઓની આંખોમાં આક્રોશ પણ હતો. રેલી દ્વારા તેમણે પોતે સલામત નથી તેવું પણ ગુજરાત સરકારને બતાવવાનો પ્રયાસ કર્યો હતો. 

Banner Image
3/3

ઉલ્લેખનીય છે કે, એમ.પી.આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ મહિલા કોલેજ છે. જે મહિપત આશ્રમ દ્વારા સંચાલિત છે. કોલેજના પ્રિન્સીપાલ ડો.ભારતી દવેના માર્ગદર્શન હેઠળ આ રેલી આજે અમદાવાદના રસ્તાઓ પર નીકળી હતી, અને અમદાવાદી મહિલાઓમાં જાગૃતતા લાવવાનો પ્રયાસ કરાયો હતો. શહેરના રાયપુર દરવાજા, સારંગપુર, કાલુપુર થઈ રેલી પરત કોલેજ ફરી હતી. 





Read More