PHOTOS

"દર વખતે ડિરેક્ટર મને રાત્રે શૂટિંગ માટે મજબૂર કરે છે" રશ્મિકા મંદાનાએ 'થામા'ના સેટ પરથી શેર કરી પોસ્ટ

Rashmika Mandanna : અભિનેત્રી રશ્મિકા મંદાના હાલમાં 'થામા'ના શૂટિંગમાં વ્યસ્ત છે, આ દરમિયાન તેણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે. જેમાં તેણે લખ્યું છે કે, "દર વખતે ડિરેક્ટર મને રાત્રે શૂટિંગ માટે મજબૂર કરે છે"

Advertisement
1/6

અભિનેત્રી રશ્મિકા મંદાના હાલમાં 'થામા'ના શૂટિંગમાં વ્યસ્ત છે. તેણે ફિલ્મના સેટ પરથી કહ્યું કે ડિરેક્ટર આદિત્ય સરપોતદાર જાણે છે કે સાચા શબ્દોનો ઉપયોગ કરીને તે કેવી રીતે અભિનેત્રીને ખુશ કરી શકે છે.

2/6

રશ્મિકાએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક તસવીર શેર કરી છે. આ તસવીરમાં ડિરેક્ટર આદિત્ય સરપોતદાર શૂટિંગ દરમિયાન પ્લાસ્ટિકની ખુરશી પર બેસીને સ્ક્રીન તરફ જોતા જોવા મળે છે.

Banner Image
3/6

રશ્મિકાએ આ તસવીર સાથે લખ્યું છે કે, મારા ડિરેક્ટર... મને દરેક વખતે રાત્રે શૂટ કરવા માટે મજબૂર કરે છે... આઈસ બકેટ... મારા જીવનની કહાની."

4/6

તસવીરમાં પ્લાસ્ટિકની ડોલ દેખાય છે, તેના પર "આઇસ બકેટ" લખેલું હતું અને રશ્મિકાએ મજાકમાં તેને "મારા જીવનની કહાની" કહી હતી, વારંવાર નાઇટ શૂટિંગ વિશે પણ હળવા અંદાજમાં ફરિયાદ કરી હતી.

5/6

આ પોસ્ટને રિ-શેર કરતાં, ડિરેક્ટર આદિત્ય સરપોતદારે લખ્યું કે, જ્યાં સામાન્ય લોકો રાતથી ડરતા હોય છે, ત્યાં વેમ્પાયર તેમની તાકાત શોધે છે. આનો જવાબ આપતાં રશ્મિકાએ લખ્યું કે, સ્માર્ટ વર્ડ. બિલકુલ જાણું છું કે 'થામા' (વેમ્પાયરને)ને ખુશ કેવી રીતે કરવા !"  

6/6

ફિલ્મ "થામા" એક ઇતિહાસકારની કહાની પર આધારિત છે જે પ્રાચીન ગ્રંથોનો અભ્યાસ કરે છે અને સ્થાનિક વેમ્પાયર દંતકથાઓ વિશે સત્ય ઉજાગર કરે છે.





Read More