PHOTOS

રતન ટાટાની અંતિમ યાત્રા: પુત્રને અંતિમ વિદાય આપવા માટે વ્હીલ ચેર પર આવ્યા 94 વર્ષના સાવકી માતા, Photos


દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાને આજે રાજકીય સન્માન સાથે અંતિમ વિદાય અપાઈ. 86 વર્ષની ઉંમરે બિઝનેસ જગતના સુપરસ્ટારનું મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં નિધન થયું. 10 ઓક્ટોબર 2024ના રોજ રતન ટાટાના વરલી શ્મશાન ઘાટ ખાતે અંતિમ સંસ્કાર કરાયા. અહીં તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું. રતન ટાટાને અંતિમ વિદાય આપવા આવનારામાં ઉદ્યોગપતિઓ, રાજનેતાઓ અને બોલીવુડ સિતારા સામેલ હતા. 
 

Advertisement
1/9
રતન ટાટાના ભાઈ
રતન ટાટાના ભાઈ

દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાનું 86 વર્ષની વયે નિધન થયું. બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા. તેમના નિધનનું કારણ જણાવીએ તો તેઓ ઉંમર સંબંધિત પરેશાનીઓ સામે ઝઝૂમી રહ્યા હતા. 9 ઓક્ટોબર 2024ના રોજ તેમણે છેલ્લા શ્વાસ લીધા.   

2/9
વિદાય આપવા કોણ કોણ પહોંચ્યુ
વિદાય આપવા કોણ કોણ પહોંચ્યુ

રતન ટાટાને રાજકીય સન્માન સાથે વિદાય કરાયા. આ પહેલા તેમના પાર્થિવ શરીરને નરીમન પોઈન્ટ એનસીપીએમાં અંતિમ દર્શન માટે રખાયા હતા.   

Banner Image
3/9

રતન ટાટાના અંતિમ દર્શનમાં કેન્દ્રીય મંત્રી, રાજનેતાઓ તથા બિઝનેસ જગત સાથે જોડાયેલી હસ્તીો સામેલ  થઈ. એકનાથ શિંદે, અમિત શાહ, કુમાર મંગલમ, ભૂપેન્દ્ર પટેલથી લઈને મુકેશ અંબાણી અહીં પહોંચ્યા. 

4/9
આમિર ખાન-કિરણ રાવ
આમિર ખાન-કિરણ રાવ

રતન ટાટાને શ્રદ્ધાંજલિ આપવા માટે બોલીવુડ અભિનેતા આમિર ખાન પણ પહોંચ્યા. સાથે એક્સ વાઈફ કિરણ રાવ પણ હતા. 

5/9
ઉદ્ધવ ઠાકરે
ઉદ્ધવ ઠાકરે

ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે બંને રતન ટાટાને અંતિમ વિદાય આપવા પહોંચ્યા હતા. સાથે પુત્ર આદિત્ય ઠાકરે અને પત્ની પણ હતા.   

6/9
મુકેશ અંબાણી
મુકેશ અંબાણી

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના મુકેશ અંબાણી પણ પરિવાર સાથે પહોંચ્યા. નીતા અંબાણી આકાશ અંબાણી અને ઈશા અંબાણી પણ જોવા મળ્યા હતા. 

7/9
રતન ટાટાની સાવકી માતા
રતન ટાટાની સાવકી માતા

આ સિમોન ટાટા છે જેમની ઉંમર 94 વર્ષ છે. તેઓ રતન ટાટાના સાવકી માતા છે. તેઓ 86 વર્ષના પુત્રને અંતિમ વિદાય આપવા પહોંચ્યા.   

8/9
સેલેબ્સે કર્યા યાદ
સેલેબ્સે કર્યા યાદ

પદ્મ વિભૂષણ અને પદ્મ ભૂષણથી સન્માનિત રતન ટાટાને અમિતાભ બચ્ચનથી લઈને બોલીવુડના તમામ સિતારાઓએ યાદ કર્યા. બિગ બીએ ઓ કહ્યું કે આ એક યુગનો અંત છે. જ્યારે પ્રિયંકા ચોપડાથી લઈને સલમાન ખાને તેમના વિશે પોસ્ટ શેર કરી. 

9/9
અમિત શાહ
અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રતન ટાટાને યાદ કરતા તેમને સાચા રાષ્ટ્રવાદી તરીકે યાદ કર્યા. તેમણે લખ્યું કે તેમને આજે ખુબ દુખ થયું છે. રતન ટાટા એક એવા વ્યક્તિ હતા જેમણે નિસ્વાર્થ ભાવે પોતાનું જીવન રાષ્ટ્રના વિકાસ માટે સમર્પિત કર્યું. 





Read More