soon Prediction: ગુજરાતના મોટાભાગના જિલ્લામાં આવતીકાલે 50 થી 60 કિલોમીટર પ્રતિ ગતિએ પવન ફૂંકાવવા ઉપરાંત હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભ...
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની ગુજરાત માટે વધુ એક આગાહી સામે આવી છે. રાજ્યમાં આગામી ચાર દિવસ ગરમી રહેશે. ગરમી સાથે રાજ્યમાં હવાનું જોર પણ રહેશે. 5 થી 9 જૂન વચ્ચે રાજ્યમાં અણધાર્યો વરસાદ રહેશે. રાજ્યના વિવિધ વિસ્તારમાં વરસાદી ઝાપટા પડશે. 10 જૂન સુધી મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં વરસાદ આવશે. 12 જૂન બાદ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ રહેશે. બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર સર્જાતાં ગુજરાતમાં સારો વરસાદ આવશે. 18 થી 30 જૂન વચ્ચે ગુજરાતમાં સારો વરસાદ આવશે.
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વાવાઝોડા બાદ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરાઈ છે. અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા, તાપી, નવસારી, ડાંગમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. પશ્ચિમ રાજસ્થાન પર અપર એર સાયકલોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે. હાલ એક સાથે ત્રણ ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી વરસાદની આગાહી કરવામાં આવી છે.
અંબાલાલે જણાવ્યું કે, 8 થી 10 જૂન દરમિયાન ગુજરાતમાં નૈઋત્યનું ચોમાસુ બેસી જશે, પરંતુ વરસાદ ખેંચાશે. 15 જૂનથી ચોમાસાનો વરસાદ ખેંચાશે. કેમકે આ દરમિયાન રોહિણી નક્ષત્રની શરૂઆતમાં ગરમીનું પ્રમાણ ઘટતા આ પ્રક્રિયા થશે. ખેડૂતોને વાવણીમાં ઉતાવળ ના કરવી જોઇએ, ચોમાસાના સારા પ્રારંભ બાદ નબળુ પડશે.
હવામાન વિભાગ દ્વારા હજુ આગામી 7 દિવસ મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે. હાલમાં રાજ્ય તરફ વળતી બે સિસ્ટમ સક્રિય થઇ છે. જેમાં અપર એર સાયક્લોનિક સકર્યુલેશન સિસ્ટમ અને વરસાદી ટ્રફ લાઇન પસાર થતી હોવાથી વરસાદની આગાહી કરવામાં આવી છે. બે વરસાદી સિસ્ટમ સક્રિય થવા છતાં આજથી વરસાદની ગતિ ધીમી પડશે. પરંતુ આજથી એટલે કે 30મે થી આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
દક્ષિણ ગુજરાતના નવસારી, સુરત, તાપી, વલસાડ, ડાંગ, ભરૂચ જ્યારે સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર આ ઉપરાંત વડોદરા, પંચમહાલ, દાહોદ, મહિસાગર, નર્મદા, અરવલ્લી અને સાબરકાંઠામાં છુટાછવાયા સ્થળોએ હળવાથી ભારે વરસાદની શક્યાતા છે.
ભારતના હવામાન વિભાગે ગુરૂવારે ચેતવણી આપી હતી કે આગામી ૪-૫ દિવસમાં વાયવ્ય ભારતના સંખ્યાબંધ વિસ્તારોમાં વાવાઝોડા સાથે વરસાદ તૂટી પડવાની સંભાવના છે. તે દરમિયાન નૈઋત્યનું ચોમાસુ દેશના મોટાભાગના વિસ્તારોમાં આગળ વધી રહ્યું છે. બંગાળની ખાડીમાં હળવા દબાણનું ક્ષેત્ર આકાર પામ્યું છે. તેને પગલે ખાસ કરીને પંજાબ અને હરિયાણામાં ગાજવીજ સાથે વરસાદ થવાની અને ભારે પવન ફૂંકાવાની આગાહી છે. જમ્મુ-કાશ્મીરમાં પણ આમ જ થઇ શકે છે.
તે ઉપરાંત ઉત્તર પ્રદેશમાં વરસાદ સાથે કરા પડી શકે છે. અહીં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. દિલ્હીમાં પણ હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે.તે સાથે જ દક્ષિણના રાજ્યોમાં પણ વરસાદ સંબંધે એલર્ટ જારી કરવામાં આવ્યું છે. જોકે પશ્ચિમ રાજસ્થાનમાં બે દિવસ ગરમ લૂ ચાલવાની સંભાવના છે. હવામાન વિભાગની આગાહી મુજબ ગાજવીજ ભારે પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. 30 મેથી 1 જૂન સુધી માછીમારો દરિયો ન ખેડવાનું સૂચન આપવામાં આવ્યું છે. દરિયા કાંઠે પવનની ગતિ 40 થી 45 કિલોમીટર પ્રતિ કલાકે ફુંકાશે.
અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે અમદાવાદમાં 40 ડિગ્રી તાપમાન નોંધાશે. આ વખતે ગુજરાતમાં ચોમાસું સારું રહેશે. દેશમાં 106 % વરસાદ રહેવાની શક્યતા રહેલી છે. ગુજરાતમાં 114% વરસાદની આગાહી કરાઈ છે. સિઝનમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં 119 ટકા વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે.
દેશમાં ચોમાસુ ઝડપથી આગળ વધી રહ્યું છે. સમગ્ર દક્ષિણ ભારત, આંશિક મધ્યભારત અને પુર્વોત્તરના અનેક રાજ્યોમાં વરસાદ વરસી રહ્યો છે. સમુદ્રકાંઠાના વિસ્તારોમાં વરસાદ સાથે તેજ પવન ફુંકાઈ રહ્યો છે. ઓડિશા, બંગાળની ખાડીના પુર્વ વિસ્તારો તેમ જ પૂર્વોત્તર રાજ્યોમાં પણ ચોમાસુ આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગે તેના સાંજના બુલેટિનમાં આ જાણકારી આપી હતી. હવામાન વિભાગે જણાવ્યા મુજબ જમ્મુ કાશ્મીરના આકાશમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આકાર પામ્યુ છે.
દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ જોવા મળી શકે છે. ખાસ કરીને ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લાના વિસ્તારો માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમજ દમણ અને દાદરા નગર હવેલીમાં પણ ભારે વરસાદની ચેતવણી સાથે સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.