આગામી કેટલાક વર્ષોમાં તમે નવી દિલ્હી રેલવે સ્ટેશનને ઓળખી શકશો નહી. ભારતીય રેલવેને તેની સૂરત બદલવાની તૈયારી કરી લીધી છે. રેલ લેન્ડ ડેવલોપમેન્ટ ઓથોરિટી (RLDA) એ રેલવે સ્ટેશનનું રીડેવલોપમેન્ટ કરવા માટે ખાનગી કંપનીઓ, એજન્સીઓ પાસે બોલી મંગાવી છે.
નવું રેલવે સ્ટેશન વર્લ્ડ ક્લાસ રીટેલ, કોમર્શિયલ અને હોસ્પિટાલિટી બિઝનેસનું એક મોટું હબ બનશે, અને તમામ જરૂરી અને આધુનિક સુવિધાઓ પણ હશે.
30 એકરમાં બનશે કોમર્શિયલ કંપોનેંટનો મોટો વિસ્તાર હશે. તેમાં 5 સ્ટાર હોટલ્સ, બજેટ હોટલ અને સર્વિસ એપાર્ટમેન્ટ બનશે, જે લગભગ 30 એકર જમીન પર બનશે.
પ્લેટફોર્મને એ પ્રકારે ડિઝાઇન કરવામાં આવશે કે યાત્રીને ત્યાં પહોંચવામાં સરળતા રહે. તેને ભીડભાડનો ઓછો સામનો કરવો પડે અને સાથે જ મુસાફરો માટે લોન્જ, ફૂડ કોર્ટ અને રેસત રૂમ્સની પણ વ્યવસ્થા હશે.
આ તમામ એક એલિવેટેડ રોડ નેટવર્ક દ્વારા જોડૅવામાં આવશે, જેમાં ઘણા એન્ટ્રી અને એક્ઝિટ દ્વાર હશે.
તેમાં એક મલ્ટીલેવલ પાર્કિંગની વ્યવસ્થા હશે, સ્ટેશન પર નેચરલ લાઇટ, વેન્ટીલેશનનું પુરૂ ધ્યાન રાખવામાં આવશે.
સ્ટેશનમાં આવવા જવા માટે અલગ-અલગ કોરિડોર એટલે કે રસ્તા બનાવવામાં આવશે.