PHOTOS

Uric Acid: યુરિક એસિડને દવા વિના કંટ્રોલ કરવામાં મદદ કરે છે આ 5 જડીબુટ્ટીઓ, કોઈપણ 1 નું કરવું સેવન

Control Uric Acid Without Medicine: જ્યારે શરીરમાં યુરિક એસિડ વધી જાય તો સાંધામાં દુખાવો, સોજો, ત્વચાનો રંગ બદલી જવો, પીઠના નીચેના ભાગમાં તીવ્ર દુખાવો, વારંવાર પેશાબ કરવા જવું પડે, પેશાબ કરતી વખતે દુખાવો થાય તેવા લક્ષણો જોવા મળે છે. જો શરીરમાં આવા સંકેતો જોવા મળે તો કેટલીક આયુર્વેદિક વસ્તુઓનું સેવન કરીને યુરિક એસિડથી છુટકારો મેળવી શકાય છે. 

Advertisement
1/6
ગિલોઈ 
ગિલોઈ 

યુરિક એસિડને કંટ્રોલ કરવા માટે ગિલોય  ફાયદાકારક છે. ગિલોયમાં એન્ટી ઇન્ફ્લેમેન્ટ્રી ગુણ હોય છે જે સાંધાના દુખાવા અને સોજાથી રાહત આપે છે ખાલી પેટ ગિલોઇનો રસ પીવાથી યુરિક એસિડમાં ફાયદો થાય છે. 

2/6
તુલસી 
તુલસી 

તુલસીના પાન એન્ટિ બેક્ટેરિયલ અને એન્ટિ ઓક્સિડન્ટ ગુણથી ભરપૂર હોય છે. તે ઝડપથી યુરિક એસિડને ઘટાડી શકે છે. તેના માટે રોજ સવારે ખાલી પેટ 4 તુલસીના પાન ચાવીને ખાવા અથવા તો તેની ચા બનાવીને પીવી. 

Banner Image
3/6
હળદર 
હળદર 

અલગ અલગ રોગમાં દવાની જેમ કામ કરતી હળદર યુરિક એસિડમાં પણ દવા જેવું કામ કરે છે. હળદર સાંધાના દુખાવા અને સોજાથી રાહત આપે છે. યુરિક એસિડ વધારે રહેતું હોય તો રોજ રાત્રે સુતા પહેલા ગરમ દૂધમાં હળદર ઉમેરી પીવું.

4/6
ત્રિફળા
ત્રિફળા

ત્રિફળા ત્રણ ફળનું મિશ્રણ છે. ત્રિફળા યુરિક એસિડને ઘટાડવામાં મદદ કરે છે. તેના માટે રોજ સવારે ખાલી પેટ એક ચમચી ત્રિફળા પાવડર હુંફાળા પાણી સાથે પીવો 

5/6
લીમડો 
લીમડો 

સાંધાના દુખાવા અને સોજાને ઘટાડવા માટે લીમડાનું તેલ ઉપયોગી છે આ સાથે જ શરીરમાં યુરિક એસિડના લક્ષણો જોવા મળે તો લીમડાના પાનની પેસ્ટ બનાવીને દુઃખતા સાંધા પર લગાડી પણ શકાય છે.

6/6




Read More