અનિલ અંબાણીની કંપની રિલાયન્સ પાવરના શેર છેલ્લા પાંચ વર્ષમાં ૫૪૦૦% થી વધુ વધ્યા છે. કંપનીના શેરમાં છેલ્લા પાંચ વર્ષમાં ૧ લાખ રૂપિયાનું રોકાણ ૫૫ લાખ રૂપિયાથી વધુ થયું છે.
Anil Ambani: અનિલ અંબાણીની કંપની રિલાયન્સ પાવરના શેરમાં રોકેટ જેવી તેજી જોવા મળી રહી છે. કંપનીના શેર એક મહિનામાં 65 ટકા વધી ગયા છે. રિલાયન્સ પાવરના શેર સોમવારે NSE માં 4 ટકાના વધારા સાથે 64.37 રૂપિયા પર પહોંચ્યા હતા. રિલાયન્સ પાવના શેરનો આ 52 વીકનો હાઈ છે. છેલ્લા પાંચ વર્ષ કરતા વધુ સમયમાં રિલાયન્સ પાવરના શેરમાં 5400 ટકાથી વધુની તેજી જોવા મળી છે. પાંચ વર્ષથી થોડા વધુ સમયમાં કંપનીના સ્ટોકે 1 લાખ રૂપિયાના રોકાણને 5 લાખથી વધુનું બનાવી દીધું છે.
અનિલ અંબાણીની માલિકી હકવાળી રિલાયન્સ પાવરના શેર 27 માર્ચ 2020ના 1.15 રૂપિયા પર હતા. કંપનીના શેર 9 જૂન 2025ના 64.37 રૂપિયા પર પહોંચ્યો છે. છેલ્લા પાંચ વર્ષ કરતા થોડા વધુ સમયમાં રિલાયન્સ પાવરના શેરમાં 5400 ટકાથી વધુની તેજી આવી છે. જો કોઈ વ્યક્તિએ 27 માર્ચ 2020ના કંપનીના શેરમાં 1 લાખ રૂપિયા લગાવ્યા હોત અને અત્યાર સુધી રોકાણ યથાવત રાખ્યું હોય તો આજે તે 1 લાખની વેલ્યુ 55.93 લાખ રૂપિયા થઈ ગઈ હોત.
રિલાયન્સ પાવરના શેરમાં છેલ્લા પાંચ વર્ષમાં 2300 ટકાથી વધુનો ઉછાળો જોવા મળ્યો છે. અનિલ અંબાણીની પાવર કંપનીના શેર 12 જૂન 2020ના 2.60 રૂપિયા પર હતા. તો કંપનીના શેર 9 જૂન 2025ના 64.37 રૂપિયા પર પહોંચ્યા છે. તો છેલ્લા ચાર વર્ષમાં કંપનીએ ઈન્વેસ્ટરોને 410 ટકાથી વધુનું રિટર્ન આપ્યું છે. છેલ્લા એક વર્ષમાં કંપનીના શેરમાં 150 ટકા કરતા વધુની તેજી જોવા મળી છે. રિલાયન્સ પાવરના શેરનો 52 સપ્તાહનો લો 23.85 રૂપિયા છે.
અનિલ અંબાણી ગ્રુપની ફ્લેગશિપ કંપની રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના શેર પણ સોમવાર 9 જૂન 2025ના નવા 52 વીક હાઈ પર પહોંચ્યા હતા. રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના શેર સોમવારે 387 રૂપિયા પર પહોંચી ગયા હતા. છેલ્લા પાંચ વર્ષમાં રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના શેરમાં 1640 ટકાની તેજી જોવા મળી છે. કંપનીના શેરનું 52 વીક લો લેવલ 169.51 રૂપિયા છે.
(ડિસ્ક્લેમરઃ અહીં માત્ર શેરના પરફોર્મંસની જાણકારી આપવામાં આવી છે. આ રોકાણની સલાહ નથી. શેરબજારમાં રોકાણ જોખમો અધીન હોય છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાકીય એડવાઇઝરની સલાહ લો)