PHOTOS

આ વસ્તુ ખતમ થતાની જ સાથે 'લાલ દાનવ' બની જશે સૂર્ય! તબાહ થઈ જશે પૃથ્વી... રિસર્ચમાં થયો ખુલાસો

Sun Swallow Earth: સૂર્યની રચના પર વૈજ્ઞાનિકો વર્ષોથી રિસર્ચ કરી રહ્યા છે. હાલમાં જ એક રિસર્ચમાં ખુલાસો થયો છે કે, એક સમય એવો આવશે જ્યારે સૂર્ય લાલ દાનવ બની જશે અને પૃથ્વીને ગળી જશે.

Advertisement
1/8
સૂર્ય
સૂર્ય

સૂર્યની રચના પર વૈજ્ઞાનિકો વર્ષોથી રિસર્ચ કરી રહ્યા છે. પરંતુ તે ખૂબ જટિલ હોવાના કારણે તેને માત્ર અમુક મર્યાદિત હદ સુધી જ સમજી શકાયું છે. આ સ્ટોરીમાં અમે તમને હાલમાં જ થયેલા એક રિસર્ચ વિશે જણાવી રહ્યા છીએ.

2/8
હાઇડ્રોજન થઈ જશે ખતમ
હાઇડ્રોજન થઈ જશે ખતમ

આ રિસર્ચમાં દાવો કરવામાં આવ્યો છે કે, એક સમય એવો આવશે જ્યારે સૂર્યની અંદરનો બધો જ હાઇડ્રોજન ખતમ થઈ જશે ત્યારે સૂર્ય લાલ દાનવનું સ્વરૂપ લઈ લેશે. ચાલો આ રિસર્ચ વિશે વિગતવાર જાણીએ.

Banner Image
3/8
સૂર્ય ગુમાવી દેશે પોતાની શક્તિઓ
સૂર્ય ગુમાવી દેશે પોતાની શક્તિઓ

રોયલ એસ્ટ્રોનોમિકલ નામની જર્નલમાં પ્રકાશિત થયેલ એક રિસર્ચ અનુસાર એક સમય એવો આવશે જ્યારે સૂર્યની બધી હાઇડ્રોજન ઉર્જા ખતમ થઈ જશે અને તે એક લાલ દાનવનું સ્વરૂપ લઈ લેશે અને તેની બધી શક્તિઓ ગુમાવી દેશે. આ ઉપરાંત તે તેના સૌરમંડળના સાથી ગ્રહોને એક-એક કરીને ગળી જશે.

4/8
પૃથ્વીને ગળી જશે સૂર્ય
પૃથ્વીને ગળી જશે સૂર્ય

આ રિસર્ચમાં એવું અનુમાન લગાવવામાં આવ્યું છે કે, પહેલા તે આંતરિક ગ્રહો બુધ અને શુક્રને ગળી જશે, પછી પૃથ્વીની તરફ આગળ વધશે.

5/8
દુનિયા થઈ જશે ખતમ
દુનિયા થઈ જશે ખતમ

આવી સ્થિતિમાં પૃથ્વી પર બધી બાજું તબાહી મચશે અને માનવ દુનિયામાં હાહાકાર મચી જશે અને આપણી વર્તમાન દુનિયા ખતમ થઈ જશે.

6/8
વધશે તેજ
વધશે તેજ

રિસર્ચમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, જ્યારે કોઈ ગ્રહને એક તારો ગળી જાય છે, ત્યારે તેની તાકાત વધવા લાગે છે. એવુ જ સૂર્યની સાથે થશે. આવી સ્થિતિમાં જો તે ગ્રહોને ગળી જાય છે, તો તેની તેજસ્વીતા હજારો વર્ષો સુધી વધી શકે છે. રિસર્ચ કરી રહેલા વૈજ્ઞાનિકોએ થ્રી-ડાયમેન્શનલ હાઇડ્રોડાયનેમિક સિમ્યુલેશનનું પ્રદર્શન કર્યું છે.

7/8
ઊર્જા થાય છે ટ્રાન્સફર
ઊર્જા થાય છે ટ્રાન્સફર

કેલિફોર્નિયા યુનિવર્સિટીના મુખ્ય લેખક રિકાર્ડો યારજા કહે છે કે, કોઈ ગ્રહ તારામાં પ્રવેશતાની સાથે જ તેની ઊર્જા ટ્રાન્સફર થવા લાગે છે. યારજાના મતે એક વિકસિત તારો તેના ગ્રહ કરતા સેંકડો કે હજારો ગણો મોટો હોઈ શકે છે. આવી સ્થિતિમાં આ પ્રક્રિયાને સિમ્યુલેશનમાં યોગ્ય રીતે દર્શાવવી ખૂબ જ પડકારજનક બની જાય છે.

8/8
સૂર્યની ઉંમર
સૂર્યની ઉંમર

યુરોપિયન સ્પેસ એજન્સી અનુસાર સૂર્યની ઉંમર 4.57 અબજ વર્ષ છે અને તે હાલમાં તેના જીવનના મધ્ય તબક્કામાં છે. એટલે કે સૂર્યના જીવનના અડધાથી વધુ સમય હજુ બાકી છે. આવી સ્થિતિમાં, જે જોખમોનું વર્ણન કરવામાં આવી રહ્યું છે તે લગભગ 5 અબજ વર્ષ પછી થશે. 

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય જાણકારીઓ અને માહિતી પર આધારિત છે. Z 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)





Read More