સીબીઆઇએ ચોથા દિવસે ગુરૂવારે રિયાના પિતા ઇંદ્રજીત ચક્રવર્તી સાથે પૂછપરછ કરી. આ પૂછપરચહ લગભગ 5 કલાક સુધી ચાલી હતી. આ દરમિયાન સુશાંત કેસની મુખ્ય આરોપી રિયા ચક્રવર્તી અને તેમના ભાઇ શોવિકની એક લેટેસ્ટ ડ્રગ વોટ્સઅપ ચેટ સામે આવી છે.
સૂત્રોના અનુસાર ડ્રગ્સની થ્યોરીમાં NCB ને રિયા ચક્રવર્તી અને શોવિક ચક્રવર્તી વચ્ચે એક ચેટ મળી છે. જેમાં 'બડ' (Bud) નામની ડ્રગ્સનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
આ ચેટ 15 માર્ચ 2020ના રોજ રિયા ચક્રવર્તી અને શોવિક ચક્રવર્તી વચ્ચેની છે. તેમાં રિયા ચક્રવર્તી શોવિકને કહી રહી છે કે તે (સુશાંત) દિવસમાં 4 વાર સ્મોક કરે છે, તો તે મુજબ જ પ્લાન કરવો. શોવિક પૂછે છે કે સુશાંતને 'બડ' (bud) પણ જોઇએ? જેનાપર રિયા જવાબ આપે છે, હાં 'બડ' પણ.
વાંચો પુરી ચેટ.
રિયા- તે (સુશાંત) દિવસમાં 4 વાર સ્મોક કરે છે, તો તે મુજબ જ પ્લાન કરવો.
શોવિક- અને તેને 'બડ (bud) પણ જોઇએ?
રિયા- હાં 'બડ' પણ.
શોવિક- ઠીક છે, તો આપણે 5gm 'બડ' લઇ શકીએ છીએ.
શોવિક- જે 20 Doods નું છે.......(20 સિગરેટ બની શકે છે)
તમને જણાવી દઇએ કે શોવિક જે 'બડ' (BUD) ની વાત કરી રહ્યા છે તો એક પ્રકારનું ડ્રગ છે, જે વિદેશોથી મુંબઇમાં લાવીને વેચવામાં આવે છે. મુંબઇમાં તેની ડિમાન્ડ ખૂબ વધુ છે અને આ કોકીનથી વધુ મોંઘુ મળે છે.