મખાના એક સુપરફૂડ માનવામાં આવે છે. તેમાં ઘણા પોષક તત્વો હોય છે, જે શરીરને અનેક ફાયદા પહોંચાડે છે. પરંતુ મખાના ખાવાનો સાચો સમય કયો છે? આવો એક્સપર્ય પાસેથી જાણીએ.
મખાના સ્વાદની સાથે સ્વાસ્થ્યને ફાયદો પહોંચાડવામાં મદદરૂપ છે. મખાનાને લોકો પ્લેન અને શેકીને ખાઈ શકે છે. આ એક હેલ્ધી સ્નેક્સ છે. જેને લોકો સવાર કે સાંજે ખાવાનું પસંદ કરે છે.
મખાના પોષક તત્વોથી ભરપૂર હોય છે, જેમાં પ્રોટીન, ફાઇબર, કેલ્શિયમ, મેગ્નીશિયમ અને એન્ટીઓક્સીડેન્ટ્સ સામેલ છે. તે શરીરની સાથે સ્કિન માટે પણ ફાયદાકારક છે.
આમ તો મખાનાનું સેવન દિવસમાં ગમે ત્યારે કરી શકાય છે. પરંતુ હંમેશા લોકોના મનમાં સવાલ રહે છે કે તેને કયા સમયે ખાવા જોઈએ? આ વિશે આયુર્વેદ એક્સપર્ટે માહિતી આપી છે.
ડો. કિરણ ગુપ્તા પ્રમાણે મખાના ખાવાનો સાચો સમય સવારે ખાલી પેટ અને સાંજે છે. સવારે તમે ખાલી પેટ મખાના ખાઈ શકો છો. તેનાથી દિવસભર શરીરમાં એનર્જી રહે છે. તો સાંજના નાસ્તાના રૂપમાં મખાના ખાવાથી અનહેલ્ધી ભોજનથી બચી શકાય છે.
તેના ફાયદાની વાત કરીએ તો મખાના ઘણી રીતે સ્વાસ્થ્યને ફાયદો પહોંચાડે છે. તે ન માત્ર વજન ઘટાડવામાં મદદ કરે છે, પરંતુ બ્લડ પ્રેશર કંટ્રોલ, ડાયાબિટીસ મેનેજમેન્ટ અને હાર્ટના સ્વાસ્થ્ય માટે સારા માનવામાં આવે છે.