Japanese Baba Venga Prediction: પ્રખ્યાત ગ્રાફિક કોમિક The Future I Sawના 2021ના સંસ્કરણમાં 5 જુલાઈ 2025ના રોજ આવનારી એક મોટી તબાહીનો ઉલ્લેખ છે. ચાલો જાણીએ કે આ ભવિષ્યવાણી શું છે?
જુલાઈ મહિનો શરૂ થઈ ગયો છે અને જાપાનમાં ભયનું વાતાવરણ છે. કારણ કે, પ્રખ્યાત ભવિષ્યવક્તા રયો તાત્સુકીએ દાવો કર્યો છે કે, આ મહિને જાપાનમાં એક ભયંકર કુદરતી આફત આવશે, જેના કારણે જાનમાલનું ભારે નુકસાન થઈ શકે છે.
તેમના પ્રખ્યાત ગ્રાફિક કોમિક 'The Future I Saw'ના 2021ના સંસ્કરણમાં 5 જુલાઈ 2025ના રોજ આવનારી એક મોટી તબાહીનો ઉલ્લેખ છે. તેમાં સમુદ્રની નીચેથી જ્વાળામુખી ફાટવા અને સુનામી આવવાની વાત કહેવામાં આવી છે.
તાત્સુકીની ભવિષ્યવાણીમાં 5 જુલાઈની તારીખને વિનાશકારી બતાવવામાં આવી છે, જેના કારણે લોકો હવે સોશિયલ મીડિયા અને ન્યૂઝ ચેનલો પર તેની ચર્ચા કરી રહ્યા છે. આ ઉપરાંત લોકોને આ દિવસ માટે એલર્ટ મોડમાં રહેવાનું કહેવામાં આવ્યું છે.
તાત્સુકીના પુસ્તકમાં દાવો કરવામાં આવ્યો છે કે, જુલાઈ 2025માં જાપાનના દક્ષિણ સમુદ્રમાં પાણી ઉકળવા લાગશે, જે જ્વાળામુખી ફાટવા અને દરિયાઈ ઉથલપાથલનો સંકેત હશે. ભવિષ્યવાણી મુજબ સમુદ્રમાં એક વિશાળ સુનામી આવશે, જે મોટા પાયે તબાહી લાવશે.
આ ભવિષ્યવાણીને કારણે જાપાનમાં પ્રવાસીઓના બુકિંગમાં ભારે ઘટાડો થયો છે. કારણ કે આ સંભવિત આપત્તિના ડરથી લોકો જુલાઈમાં જાપાન જવાનું ટાળી રહ્યા છે. સાથે જ દક્ષિણ કોરિયા, તાઇવાન અને ફિલિપાઇન્સ જેવા દેશોમાં પણ ડરનો માહોલ છે.
તાત્સુકીની સરખામણી બલ્ગેરિયાની પ્રખ્યાત અંધ ભવિષ્યવક્તા બાબા વેંગા સાથે કરવામાં આવે છે. જેમણે ડાયનાના મૃત્યુ, 9/11 અને કોરોના જેવી ઘણી વૈશ્વિક ઘટનાઓની ભવિષ્યવાણી કરી હતી. એટલા માટે તેમની વાતને મજાક તરીકે લેવામાં આવી રહ્યું નથી. (Photo: AI)
Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.