PHOTOS

રિવાબાએ ગળે લાગીને પૂનમ માડમને શું કહ્યું, આ તસવીરોએ જામનગરના રાજકારણમાં ચર્ચા જગાવી

Rivaba Jadeja And Poonam Madam : લોકસભાની ટિકિટ જાહેર થતાં રિવાબા જાડેજા પૂનમબેન માડમને વધામણા આપતા જોવા મળ્યા હતા. રિવાબાએ પૂનમ માડમને બહેનપણીની જેમ ગળે લગાવીને અભિનંદન આપ્યા હતા. ત્યારે રાજકારણની કડવાશ દૂર થઈ હોય તેવુ સ્પષ્ટ દેખાઈ આવ્યું.
 

Advertisement
1/5

ગઈકાલે ભાજપ દ્વારા લોકસભાની ચૂંટણી માટે 15 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી. જેમાં જામનગર બેઠક પરથી પૂનમ માડમના નામની જાહેરાત થઈ. જામનગરની બેઠક પરથી પૂનમબેન માડમ ફરી રિપીટ કરાતા જામનગરમાં હરખની હેલી જોવા મળી.

2/5

પૂનમ માડમના નામની જાહેરાત થતા જ જામનગરમાં ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી હતી. જોકે, આ ઉજવણીમાં જામનગરના ધારાસભ્ય રિવાબા જાડેજા પણ આવી પહોંચ્યા હતા.   

Banner Image
3/5

રિવાબા જાડેજાએ ગળે લગાવીને અને હાથ મિલાવીને ખુશખુશાલ ચહેરે પુનમ માડમને અભિનંદન આપ્યા હતા. જોકે, બંને વચ્ચેની આ કેમેસ્ટ્રી જોવા જેવી બની હતી. કડવાશ ભૂલીને બંને ફરી મળ્યા હતા. 

4/5

સાંસદ પૂનમ માડમને અન્ય હોદ્દેદારો અને કાર્યકરોની હાજરીમાં રિવાબા જાડેજાએ ગળે લગાવ્યા હતા અને શુભેચ્છા પાઠવી હતી. 

5/5
રિવાબાએ જાહેરમા કર્યો હતો ઝગડો
રિવાબાએ જાહેરમા કર્યો હતો ઝગડો

રિવાબાએ પૂનમ માડમ સાથે ગત વર્ષે જાહેરમાં કરેલો ઝગડો કોઈ ભૂલી શકે તેમ નથી. પૂનમ માડમ અને રિવાબા જાડેજા વચ્ચે જાહેરમાં ચકમક ઝરી હતી, જેનો વીડિયો બહુ જ વાયરલ થયો હતો.   





Read More