PHOTOS

પહેલા વરસાદમાં જ બેસી ગયા અમદાવાદના રસ્તા, જુઓ Photosમાં બદહાલીના દ્રશ્યો

ગઈકાલે અમદાવાદમાં પવનની ડમરીઓ સાથે જોરદાર વરસાદ તૂટી પડ્યો હતો. જેને કારણે અમદાવાદમાં ઠંડક અનુભવાઈ હતી. પરંતુ અમદાવાદમાં સામાન્ય વરસાદમાં જ રસ્તાઓ બેસી ગયા છે. સાઉથ બોપલમાં સોબો સેન્ટર ચાર રસ્તા પાસે રસ્તો બેસી જવાની અને ભુવો પડવાની ઘટના બની છે. રસ્તાનું સમારકામ ચાલતું હોવાથી રસ્તો બંધ હોવા છતાં લોકોએ રસ્તો ખોલી દેતા અવરજવર વધી હતી. વાહનનોની અવર જવર થતા રોડ બેસી ગયો હતો. જેને કારણે એક ગાડીના પૈડા જમીનમાં ખૂંપી ગયા હતા. જોકે કોઈને ઇજા થઈ નથી.

Advertisement
1/3

અમદાવાદમાં સામાન્ય વરસાદમા દુકાનોમા પાણી ભરાયાના બનાવો બન્યા હતા. ગઈકાલે વિજય કોમ્પલેક્સ, વાસણા એમટીએસ બસ સ્ટોપની બાજુમાં પાણી ભરાયા હતા. તો કોમ્પ્લેક્સની નીચે આવેલી દુકાનોમાં પાણી ઘૂસ્યા હતા.   

2/3

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 131 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ મોરબીના હળવદ તાલુકામાં 3.5 ઇંચ કરતાં વધુ વરસાદ પડ્યો હતો. મોરબીમાં 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. 

 

Banner Image
3/3

રાજ્યના 6 તાલુકાઓમાં 2 ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. તો રાજ્યના 22 તાલુકાઓમાં એક ઇંચ કરતા વધુ વરસાદ પડયો છે. રાજ્યના 5૦ તાલુકાઓમાં અડધા ઇંચ કરતાં વધુ વરસાદ પડયો છે. 





Read More