Champions Trophy 2025 Winner : ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઈનલ મેચમાં ભારતે ન્યૂઝીલેન્ડને 4 વિકેટે હરાવ્યું. મેચમાં ન્યૂઝીલેન્ડની ટીમે પ્રથમ બેટિંગ કરીને 252 રન બનાવ્યા હતા જેના જવાબમાં ટીમ ઈન્ડિયાએ 49 ઓવરમાં 254 રન બનાવીને મેચ જીતી લીધી હતી. ભારતની શાનદાર જીતમાં આ 5 ખેલાડીઓએ મહત્વની ભૂમિકા ભજવી હતી.
Champions Trophy 2025 Winner : ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઇનલમાં ન્યુઝીલેન્ડને હરાવીને ભારતે ત્રીજી વખત આ ટુર્નામેન્ટ જીતી છે. છેલ્લી વખત ભારતે 2013માં એમએસ ધોનીની કપ્તાનીમાં આ ટૂર્નામેન્ટ જીતી હતી અને હવે 12 વર્ષ બાદ ભારતીય ટીમે રોહિત શર્માના નેતૃત્વમાં ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો છે.
આ સાથે ભારત બે વખતની વિજેતા ઓસ્ટ્રેલિયાને પાછળ છોડીને ત્રણ વખત ચેમ્પિયન્સ ટ્રોફી જીતનારી પ્રથમ ટીમ બની છે. દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલી ટાઈટલ જંગમાં ભારતે 4 વિકેટે જીત મેળવી હતી. ભારતને ચેમ્પિયન બનાવવા માટે આ 5 ખેલાડીઓએ મહત્વનું યોગદાન આપ્યું હતું.
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધા બાદ વરુણ ચક્રવર્તી અને કુલદીપ યાદવે ન્યૂઝીલેન્ડની ટીમને પોતાની સ્પિનમાં ફસાવીને મોટા સ્કોર સુધી પહોંચતા અટકાવી હતી. આ બંને બોલરોએ બે-બે વિકેટ લીધી હતી. વરુણે 10 ઓવરમાં 45 રન આપ્યા અને કુલદીપે એટલી જ ઓવરમાં 40 રન આપ્યા અને વરુણ અને કુલદીપે કીવી ટીમના ટોપ ઓર્ડરને આઉટ કરવાનું કામ કર્યું.
રોહિત શર્માએ આ મેચમાં કપ્તાની ઈનિંગ્સ રમીને ભારતની જીતનો પાયો નાખ્યો હતો. 252 રનના ટાર્ગેટનો પીછો કરતી વખતે રોહિતે શુભમન ગિલ સાથે મળીને 105 રનની ઓપનિંગ ભાગીદારી કરી હતી. રોહતીએ 76 રનની ઝડપી ઇનિંગ રમી જેમાં તેણે 7 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા.
જોરદાર શરૂઆત કર્યા બાદ ટીમ ઈન્ડિયાની ઈનિંગ જ્યારે લથડી રહી હતી ત્યારે શ્રેયસ અય્યર અને અક્ષર પટેલ વચ્ચે ચોથી વિકેટની ભાગીદારી ભારતને મેચમાં પાછી લાવી હતી. બંનેએ 61 રન ઉમેર્યા હતા. શ્રેયસ અય્યરે 48 રનનું મહત્વનું યોગદાન આપ્યું હતું જ્યારે અક્ષર પટેલે 29 રન બનાવ્યા હતા. તો રાહુલ ફરી મેચ ફિનિશર રહ્યો હતો.