PHOTOS

પ્રેમિકાને વશમાં કરવા માટે પ્રેમીએ તાંત્રિક સાથે મળીને બનાવ્યો પ્લાન, નિષ્ફળ મળી તો...

રૂડકી: ઉત્તરાખંડના રૂડકી (Roorkee) માં એક સનસનીખેજ કેસ સામે આવ્યો છે, જ્યાં પ્રેમિકાને પોતાના વશમાં કરવા માટે યુવકે પહેલાં તંત્ર-મંત્ર  (Tantra-Mantra)નો સહારો લીધો અને જ્યારે પોતાના પ્રેમને મેળવવામાં નિષ્ફળ રહ્યા તો તાંત્રિકની ગોળી મારીને હત્યા (Tantrik Murder) કરી દીધી. પોલીસે હત્યાકાંડનો ખુલાસો કરતાં 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. 

Advertisement
1/4
16 જાન્યુઆરીના રોજ થઇ હતી હત્યા
16 જાન્યુઆરીના રોજ થઇ હતી હત્યા

એસએસપી સેંથિલ અબુદઇ કૃષ્ણરાજ એસએ જણાવ્યું કે 16 જાન્યુઆરીની રાત્રે લગભગ સવા બે વાગે બાઇક સવારોએ નમાજ પઢીને પરત ફરી રહેલા ઇરફાનને ગોળી મારીને હત્યા કરી દીધી. તપાસમાં જાણવા મળ્યું છે કે ઇરફાન તાંત્રિકનું કામ કરતો હતો અને થોડા દિવસ પહેલાં તંત્ર-મંત્રને લઇને રાહુલ તથા વિશાલ સાથે ચર્ચા થઇ હતી. ત્યારબાદ બંનેની ધરપકડ કરી પૂછપરછ કરવામાં આવી. 

2/4
'ઇરફાને કરી દીધો હતો ઉલટો ટોટકા'
'ઇરફાને કરી દીધો હતો ઉલટો ટોટકા'

પૂછપરછમાં રાહુલ અને વિશાલે જણાવ્યું કે તેમણે ઇરફાનને પૈસા આપીને છોકરીને વશમાં કરવા માટે એક ટોટકો કરાવ્યો હતો, પરંતુ તેનું કામ થયું નહી. આ સાથે જ તેમણે કહ્યું કે ઇરફાને તેમને બરબાદ કરવા માટે ઉલટો ટોટકો કરી દીધો, ત્યારબાદ તેના પરિવારને નુકસાન થવા લાગ્યું, ત્યારબાદ બંનેએ ઇરફાનને ટોટકાને દૂર કરવા માટે કહ્યું, પરંતુ ઇરફાન માન્યો નહી અને તેમને ગાળો આપી. 

Banner Image
3/4
છોકરીને વશમાં કરવા માટે કરાવ્યો ટોટકો
છોકરીને વશમાં કરવા માટે કરાવ્યો ટોટકો

પોલીસ પૂછપરછમાં વિશાલે જણાવ્યું કે તેને એક છોકરીને વશમાં કરવા માટે ટોટકો કરાવ્યો હતો, પરંતુ તેની ઉંધી અસર થઇ અને તે તેનાથી નફરત કરવા લાગી. પોલીસે જણાવ્યું કે આ દરમિયાન 25 ડિસેમ્બરના રોજ રાહુલના પિતાનું મોત થઇ ગયું. તેના માટે તેણે ઇરફાનને જવાબદાર ગણાવ્યો. ત્યારબાદ ઇરફાન સાથે બદલો લેવા માટે બંનેએ પોતાના મિત્ર ગૌરવ અને આકાશ સાથે મળીને પ્લાન બનાવ્યો, પછી ઇરફાનની હત્યા કરી દીધી. 

4/4
હત્યામાં સામેલ હથિયાર મળી આવ્યા
હત્યામાં સામેલ હથિયાર મળી આવ્યા

પોલીસે રાહુલ અને વિશાલના નિવેદન બાદ હત્યામાં સામેલ 2 મોટરસાઇકલ ઉપરાંત એક 315 બોરના તમંચા અને 2 જીવતા કારતૂસ મળી આવ્યા છે. આ ઉપરાંત પોલીસે ગૌરવ અને આકાશને પણ ધરપકડ કરી છે. 





Read More