PHOTOS

Rules Change: 1 ઓક્ટોબરથી લાગૂ થશે આ 5 મોટા ફેરફાર, તમારા ખિસ્સા પર થશે સીધી અસર, ખાસ જાણો

New Rules From 1st October : દર મહિનાની પહેલી તારીખની જેમ આ વખતે પહેલી ઓક્ટોબરે પણ કેટલાક ફેરફાર થવા જઈ રહ્યા છે. આ ફેરફારમાંથી કેટલાક ફેરફાર એવા છે કે જે સીધી તમારા ખિસ્સા પર અસર પાડશે. આથી એ  જરૂરી છે કે આ ફેરફારો વિશે તમને પહેલેથી જાણકારી હોય. અમે તમને ઓક્ટોબરમાં થવા જઈ રહેલા આ ફેરફારો વિશે જણાવીશું જેનાથી તમને કોઈ પણ પ્રકારની પરેશાનીઓ ન થાય. 
 

Advertisement
1/5
2000 રૂપિયાની નોટ
2000 રૂપિયાની નોટ

2000 રૂપિયાની નોટ હવે ચલણમાંથી બહાર થઈ ગઈ છે. તેને તમે 30 સપ્ટેમ્બર સુધીમાં બેંકમાં જઈને બદલી નાખો. 1 ઓક્ટોબરથી જો તમારી પાસે 2000 રૂપિયાની નોટ હશે તો તે બદલાશે નહીં. 30 સપ્ટેમ્બર 2023 આ નોટ બદલવા માટે છેલ્લો દિવસ રહેશે. ત્યારબાદ 2000 રૂપિયાની નોટ અમાન્ય ગણાશે. 

2/5
એલપીજી ગેસ
એલપીજી ગેસ

એલપીજી ગેસ ઉપરાંત ઓઈલ કંપનીઓ તરફથી સીએનજી-પીએનજીના ભાવમાં પણ ફેરફાર કરવામાં આવે છે. સામાન્ય રીતે દર મહિનાની પહેલી તારીખે એર ફ્યૂલ (ATF) ના ભાવ બદલાય છે. આ વખતે પણ શક્યતા છે કે સીએનજી અને પીએનજીની સાથે સાથે એટીએફના ભાવ પણ બદલાય. 

Banner Image
3/5
TCX
TCX

વિદેશ જવાનું પ્લાન કરતા હોવ તો મોટા સમાચાર છે. એક ઓક્ટોબરથી વિદેશ પ્રવાસ મોંઘો થશે. 1 ઓક્ટોબરથી તમારે 7 લાખ રૂપિયા સુધીના ટુર પેકેજ માટે 5 ટકા TCC આપવાનો રહેશે. આ ઉપરાંત 7 લાખથી વધુના ટુર પેકેજ માટે 20 ટકા ટીસીએસ આપવો પડશે. આવામાં જરૂરી છે કે તમે તમારા પ્રવાસના બજેટને યોગ્ય રીતે પ્લાન કરો. 

4/5
PPF
PPF

30 સપ્ટેમ્બર સુધીમાં તમે તમારા PPF , પોસ્ટ ઓફિસ સેવિંગ સ્કીમ અને સુકન્યા સમૃદ્ધિ યોજનાને આધાર સાથે લિંક કરાવી લો. જો તમે આ કામ ન કર્યું તો એક ઓક્ટોબરથી તમારા ખાતા ફ્રીઝ થઈ શકે છે. એટલે કે તમે તમારા એકાઉન્ટથી કોઈ પણ પ્રકારનું ટ્રાન્ઝેક્શન કરી શકશો નહીં. આથી જરૂરી છે કે સમયસર તમારા નાણાકીય ખાતાઓને આધાર સાથે લિંક કરાવી લો. 

5/5
બેંક રજાઓ
બેંક રજાઓ

ઓક્ટોબર મહિનામાં બેંકોમાં 16 દિવસ રજા રહેશે. આ રજાઓની અસર તમારા બેંકિંગ કામકાજ પર પડશે. આરબીઆઈની ગાઈડલાઈન મુજબ જાહેર રજાઓ પર દરેક શહેરમાં બેંકો બંધ રહેશે. આ ઉપરાંત રાજ્યોના આધારે પણ કેટલીક પ્રાદેશિક રજાઓ રહેશે. 





Read More