BCCI Pension : ભારતમાં ક્રિકેટનો અલજ જ ક્રેઝ છે, લોકોને ક્રિકેટ રમવાનું અને જોવાનું ખૂબ ગમે છે. પરંતુ શું તમે જાણો છો કે BCCI તેના નિવૃત્ત ખેલાડીઓને કેટલું પેન્શન આપે છે. તો આ લેખમાં તેના વિશે જાણીશું.
ક્રિકેટને માત્ર દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં પસંદ કરવામાં આવે છે. જોકે ક્રિકેટનો સૌથી વધુ ક્રેઝ ભારતમાં જ જોવા મળે છે. ભારતીય ક્રિકેટરોને તેમના ફેન્સ ખૂબ પસંદ કરે છે. ત્યારે આજે અમે તમને જણાવીશું કે BCCI તેના નિવૃત્ત ખેલાડીઓને કેટલું પેન્શન આપે છે.
આ લિસ્ટમાં પહેલું નામ સુનીલ ગાવસ્કરનું છે, તમને જણાવી દઈએ કે BCCI તેમને દર મહિને 70,000 રૂપિયા પેન્શન આપે છે. BCCI માત્ર તેમને જ પેન્શન આપે છે જેમણે ઓછામાં ઓછી 5 ટેસ્ટ મેચ રમી હોય.
ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંડુલકરનું નામ બીજા સ્થાને સામેલ છે. BCCI દ્વારા સચિન તેંડુલકરને પણ 70 હજાર રૂપિયા પેન્શન આપવામાં આવે છે.
આ યાદીમાં ત્રીજું નામ ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનું છે. તમને જણાવી દઈએ કે BCCI એમએસ ધોનીને પણ પેન્શન તરીકે 70,000 રૂપિયા આપે છે.
ભારતીય ટીમના પૂર્વ ખેલાડી ઈરફાન પઠાણ ડાબોડી બોલિંગની સાથે ડાબોડી બેટ્સમેન પણ હતો. તમને જણાવી દઈએ કે BCCI પઠાણને 60 હજાર રૂપિયા પેન્શન આપે છે.
ભારતીય ટીમના દિગ્ગજ બેટ્સમેન યુવરાજ સિંહે વર્ષ 2022માં ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. જો કે, BCCI તેમને દર મહિને પેન્શન તરીકે 60,000 રૂપિયા આપે છે.