નવાઝુદ્દીન સિદ્દીકી અને પંકજ ત્રિપાઠીની સૌથી લોકપ્રિય સીરીઝ 'સેક્રેડ ગેમ્સ' (Sacred Games) માં ગ્લેમર ગર્લ કુકૂ તો બધાને યાદ હશે. કુકૂ બનીને લોકોના વખાણ મેળવનારી અભિનેત્રી કુબ્રા સૈત (Kubbra Sait) રિયલ લાઈફમાં પણ ઘણી બોલ્ડ છે. તે સતત પોતાની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. પરંતુ આ વખતે તેણે જે તસવીરો શેર કરી છે તે જોરદાર વાયરલ થઈ છે. કારણ કે આમાં તે પાણીની અંદર બિકીની પહેરેલી જોવા મળી રહી છે.
આ તસવીરોમાં કુબ્રા સૈત સ્વિમિંગ પૂલની અંદર ખૂબ જ હોટ અંદાજમાં જોવા મળી રહી છે.
તસવીરોમાં તેણે બિકીની પહેરી છે, જેની સાથે તેના ખુલ્લા વાળ પાણીમાં લહેરાતી જોવા મળે છે.
કુબ્રાનું આ અંડરવોટર ફોટોશૂટ એટલું કલાત્મક છે કે દરેક તસવીરમાં એક અલગ એન્ગલ જોવા મળે છે.
પાણીની અંદરથી કુબ્રા અને પાણીની બહાર તેનો પડછાયો એવું લાગે છે કે તે પોતાને KISS કરી રહી હોય.
મોટાભાગની તસવીરોમાં તેનો ચહેરો સ્પષ્ટ દેખાતો ન હોવા છતાં પણ આ તસવીરોના ખૂબ વખાણ થઈ રહ્યા છે.
ફોટામાં ક્રુબારનું પરફેક્ટ ફિગર અને તેમની સ્વિમિંગ સ્કિલ પણ લોકોને પ્રભાવિત કરી રહી છે.