Salangpur Hanumanji બોટાદ : સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે દાદાને આજે શસ્ત્રોનો દિવ્ય શણગાર કરાયો છે. આજે અધિક માસની અમાસ અને પુરુષોત્તમ મહિનાના છેલ્લા દિવસ નિમિત્તે હનુમાનજી દાદાને શસ્ત્રનો દિવ્ય શણગાર કરાયો છે. હનુમાનજી દાદાની મૂર્તિ આજુબાજુ ૨૫૦૦ જેટલી તલવારો તેમજ ગદા અને કટારો મૂકાઈ છે. જેથી વહેલી સવારથી મોટી સંખ્યામાં ભક્તોએ હનુમાનજી દાદાના દિવ્ય શણગારના દર્શન કરી ધન્યતા અનુભવી.