PHOTOS

ભાઈજાન માટે ફના થવા તૈયાર છે શેરા! સલમાન ખાનના બોડીગાર્ડનો પગાર-નેટવર્થ જાણી હોશ ઉડી જશે

સલમાન ખાનની સિક્યુરિટીની જવાબદારી તેના બોડીગાર્ડ શેરાની છે. શેરા અનેકવાર સલમાન ખાન સાથે જોવા મળે છે. તે 1995થી ખાન પરિવારનો વફાદાર છે. શેરાની નેટવર્થ અને મંથલી પગાર જાણીને દંગ રહી જશો. 

Advertisement
1/5
સલમાનના મિત્ર બાબા સિદ્દિકીની હત્યા
સલમાનના મિત્ર બાબા સિદ્દિકીની હત્યા

સુપરસ્ટાર સલમાન ખાનના મિત્ર બાબા સિદ્દીકીની હત્યા બાદ  તેની સિક્યુરિટી વધારી દેવામાં આવી છે. બાબા સિદ્દિકીની હત્યાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈની ગેંગે લીધી છે. લોરેન્સ ગેંગે એ પણ ધમકી આપી છે કે જે પણ સલમાન ખાનને મદદ કરશે તેને ટાર્ગેટ  કરાશે. સલમાન ખાનની સિક્યુરિટીની જવાબદારી બોડીગાર્ડ શેરા પાસે રહે છે. 

2/5
સલમાનનો બોડીગાર્ડ
સલમાનનો બોડીગાર્ડ

શેરા હંમેશા સલમાન ખાન સાથે જોવા મળે છે અને તેના ફોટા પણ વાયરલ થાય છે. શેરા સલમાન ખાનને ભાઈ કે માલિક કહીને બોલાવે છે. શેરા 1995થી સલમાન ખાનના પરિવાર સાથે છે. શેરાનું અસલ નામ ગુરમીત સિંહ જોલી છે. શેરાએ થોડા દિવસ પહેલા એક રેન્જ રોવર કાર ખરીદી હતી. 

Banner Image
3/5
ખાન પરિવારનો વફાદાર
ખાન પરિવારનો વફાદાર

સલમાન ખાન શેરાને મોટા ભાઈની જેમ પ્રેમ કરે છે. શેરાએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે સલમાન ખાનની સિક્યુરિટી માટે તેને સલમાન ખાના નાના ભાઈ સોહેલ ખાને પસંદ કર્યો હતો. શેરાની સલમાન ખાન પ્રત્યે વફાદારી છે અને તે હંમેશા સલમાન ખાનની જોડે પડછાયાની જેમ રહે છે. 

4/5
શેરાની નેટવર્થ
શેરાની નેટવર્થ

શેરાની એક સિક્યુરિટી એજન્સી છે જે અનેક સેલિબ્રિટીઓને સુરક્ષા આપે છે. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો શેરાની નેટવર્થ 100 કરોડની આસપાસ છે. શેરાની નેટવર્થ જાણીને લોકો ચોંકી શકે છે. 

5/5
શેરાનો માસિક પગાર કેટલો?
શેરાનો માસિક પગાર કેટલો?

મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો સલમાન ખાનના બોડીગાર્ડ શેરાનો માસિક પગાર 15 લાખ રૂપિયાની આસપાસ છે. શેરાનો વાર્ષિક પગાર 1 કરોડ 80 લાખ રૂપિયાની નજીક છે.       





Read More