PHOTOS

Power Bank ની હવે નથી જરૂર! 10090mAh ની બેટરી સાથે Samsung એ લોન્ચ કર્યું નવું ટેબલેટ

સેમસંગ (Samsung) એ ફેસ્ટિવલ સીઝનને ધ્યાનમાં રાખતાં પોતાના એંડ્રોઇડ ટેબલેટ ગેલેક્સી ટેબ એસ7 એફઇનું નવું વેરિએન્ટ સેમસંગ ગેલેક્સી ટેબ એસ7 એફઇ વાઇફાઇ (Samsung Galaxy Tab S7 FE WiFi) લોન્ચ કરી દીધું છે. ચાલો જાણીએ તેના ફીચર્સ અને કિંમત વિશે...

Advertisement
1/6
'બિગ ડિસ્પ્લે'થી અનુભવ થશે ખાસ
'બિગ ડિસ્પ્લે'થી અનુભવ થશે ખાસ

Samsung Galaxy Tab S7 FE Wifi માં 12.4 ઇંચની WQVGA ડિસ્પ્લે આપવામાં આવી છે, જેના પિક્સલ રિઝોલ્યૂશન  2560x1600 છે. આ એંડ્રોઇડ વર્જન 11 પર કામ કરે છે, જે One UI પર આધારિત છે. 

2/6
પ્રોસેસરના મામલે પણ લાજવાબ
પ્રોસેસરના મામલે પણ લાજવાબ

સેમસંગનું આ ટેબલેટ ઓક્ટા-કોઋ ક્વાલકોમ સ્નૈપડ્રૈગન 750G પ્રોસેસરથી સજ્જ છે. જે 4 જીબી RAM થી સજ્જ છે. 64 જીબીની ઇન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવી છે જે માઇક્રોએસડી કાર્ડ દ્વારા 1 ટીબી સુધી વધારી શકાય છે. 

Banner Image
3/6
કેમેરા ક્વોલિટી મન કરી ખુશ
કેમેરા ક્વોલિટી મન કરી ખુશ

મોટાભાગે જોવા મળ્યું છે કંપનીઓ ટેબલેટના કેમેરા પર વધુ કામ કરતી નથી. આ કારણે ફોટોઝ પણ સારા આવતા નથી. પરંતુ સેમસંગે પોતાના ટેબલેટમાં કેમેરા ક્વોલિટીનો ખાસ ખ્યાલ રાખ્યો છે. કંપનીએ પોતાના નવા ટેબલેટમાં 8 MP નો રિયર કેમેરા આપવામાં આવ્યો છે, જ્યારે સેલ્ફી માટે 5 MP નો કેમેરા આપવામાં આવ્યો છે. 

4/6
મળશે શાનદાર બેટરી બેકઅપ
મળશે શાનદાર બેટરી બેકઅપ

જો તમે સેમસંગનો આ એંડ્રોઇડ ટેબલેટ ખરીદો છો તો પાવર બેંકની જરૂર પડશે નહી. જી હાં, આ ટેબલેટમાં 10,090 mAh ની બેટરી આપવામાં આવી છે, જે શાનદાર બેકઅપ આપશે. એટલું જ નહી, સેમસંગનું આ ટેબલેટ 45W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. એટલે કે સેમસંગનું આ ટેબલેટ બીજા ટેબલેટ્સના મુકાબલો વધુ ચાર્જ થઇ જશે. 

5/6
કેટલામાં લઇ જઇ શકશો ઘરે?
કેટલામાં લઇ જઇ શકશો ઘરે?

કુલ મળીને Samsung Galaxy S7 FE ના WiFi વર્જનના ફીચર્સ LTE વેરિએન્ટના ફીચર્સ જેવા જ છે. આ S Pen સાથે રજૂ કરવામાં આવ્યો છે. આ ટેબલેટ ડોલ્બી એટમસ સપોર્ટની સાથે રજૂ કરવામાં આવ્યો છે. જેની કિંમત 41,999 રૂપિયા છે.  

6/6
કેશબેક અને ડિસ્કાઉન્ટની ઓફર
કેશબેક અને ડિસ્કાઉન્ટની ઓફર

તેને 4 જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજ વેરિએન્ટ સાથે લોન્ચ કરવામાં આવ્યો છે. તેને મિસ્ટિક પિંક, મિસ્ટિક બ્લેક, મિસ્ટિક સિલ્વર અને મિસ્ટિક ગ્રીન કલરમાં ખરીદી શકાશે. તેને ઇ-કોમર્સ વેબસાઇટ Amazon પરથી ખરીદી શકાશે. તો બીજી તરફ HDFC ક્રેડિટ કાર્ડ વડે પેમેન્ટ કરતાં 4,000 રૂપિયા સુધીનું ઇંસ્ટન્ટ કેશબેક આપવામાં આવશે. સાથે જ કીબોર્ડ પર 10,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. 





Read More