PHOTOS

25 વર્ષમાં આટલી બદલાઇ ગઇ 'કુછ કુછ હોતા હૈ' ની 'અંજલિ', બાકી સ્ટાર કિડ્સનો પણ બદલાઇ ગયો લુક

Child Artists Then and Now Look: કેટલીકવાર કેટલાક બાળ કલાકારો તેમના ઉત્તમ અભિનય અને ક્યૂટનેસના કારણે યાદ કરવામાં આવે છે. આવો જાણીએ કેટલાક એવા બાળ કલાકારો વિશે જે હવે મોટા થઈ ગયા છે અને તેમનો લુક ઘણો બદલાઈ ગયો છે. આ સ્ટાર્સે બોલિવૂડની ઘણી મોટી અને હિટ ફિલ્મોમાં કામ કર્યું છે.
 

Advertisement
1/6
સના સઇદ
સના સઇદ

'કુછ કુછ હોતા હૈ'માં શાહરૂખ ખાનની પુત્રી અંજલીનો રોલ કરનારી સના હવે 34 વર્ષની થઈ ગઈ છે. તે કરણ જોહરની 'સ્ટુડન્ટ ઑફ ધ યર' (2012)માં સપોર્ટિંગ રોલમાં જોવા મળી હતી. નચ બલિયે 7 (2015) અને ફિયર ફેક્ટરઃ ખતરોં કે ખિલાડી 7 (2016) પણ જોવા મળી છે.

2/6
દર્શિલ સફારી
દર્શિલ સફારી

તારે જમીન પરમાં ઈશાન અવસ્થીનું પાત્ર ભજવીને દર્શિલ  ફેમસ થયો હતો. તેની એક્ટિંગના ખૂબ વખાણ થયા હતા. આ પછી તેણે 'બમ બમ બોલે' અને 'ઝોક્કોમન' જેવી કેટલીક બોલિવૂડ ફિલ્મો કરી. તેની આગામી ફિલ્મ 'ટિબ્બા' છે.

Banner Image
3/6
હંસિકા મોટવાણી
હંસિકા મોટવાણી

હંસિકાએ 'કોઈ... મિલ ગયા'માં રિતિક રોશનની મિત્ર ટીનાની ભૂમિકા ભજવી હતી. હવે તે સાઉથની મોટી સ્ટાર બની ગઈ છે. તેને બાળપણમાં ટીવી શો 'શકાલાકા બૂમ બૂમ'થી ઘણી લોકપ્રિયતા મળી હતી. હંસિકા અભિનેત્રી બન્યા પછી લોકપ્રિયતામાં વધુ વધારો થયો. આ વર્ષે તેણે લગ્ન પણ કર્યા છે.

4/6
જીબ્રાન ખાન
જીબ્રાન ખાન

જીબ્રાને 'કભી ખુશી કભી ગમ'માં શાહરૂખ અને કાજોલના પુત્ર ક્રિશનું પાત્ર ભજવ્યું હતું. હવે તે 29 વર્ષનો છે અને તેનો લુક ઘણો બદલાઈ ગયો છે. ટૂંક સમયમાં રોમેન્ટિક કોમેડી ફિલ્મ 'ઇશ્ક વિશ્ક રિબાઉન્ડ'માં જોવા મળશે.

5/6
ઝનક શુક્લા
ઝનક શુક્લા

ઝનકે 'કલ હો ના હો'માં જિયાની ભૂમિકા ભજવી હતી અને તેમની ક્યૂનેસ પર ફેન્સ ફીદા થઇ ગયા હતા. મોટા થયા પછી ઝનક બોલિવૂડમાં કામ કરવાનું ચાલુ રાખ્યું નહીં. હાલમાં જ તે પોતાની સગાઈના સમાચારને કારણે ચર્ચામાં આવી હતી.

6/6
સિદ્ધાર્થ નિગમ
સિદ્ધાર્થ નિગમ

તેણે ધૂમ 3માં આમિર ખાનના બાળપણની ભૂમિકા ભજવી હતી. હાલમાં જ તે સલમાન ખાનની ફિલ્મ 'કિસી કા ભાઈ કિસી કી જાન'માં પણ જોવા મળ્યો હતો. મોટા થઈને સિદ્ધાર્થે મસ્કુલર બોડી બનાવ્યું છે. તેની પાસે અત્યારે ઘણા પ્રોજેક્ટ છે અને તે ટીવી જગતનો લોકપ્રિય ચહેરો પણ છે.





Read More