બોલીવુડ અભિનેત્રી સારા અલી ખાન (Sara Ali Khan) અને તેમના ભાઇ ઇબ્રાહિમ અલી ખાન (Ibrahim Ali Khan)એ રવિવારે એકસાથે યોગા કર્યા. ઇબ્રાહિમએ ઇંસ્ટાગ્રામ પર યોગા પોઝ કરતાં ભાઇ-બહેનના ફોટા શેર કર્યા.
બંને યોગા મેટ પર બેસીને એક દિશામાં હાથ નીચે કરી રહ્યા છે, તો બીજી તરફ પાલતૂ કૂતરો તેમને જોઇ રહ્યો છે.
આ તસવીરને ઇબ્રાહીમ અલીખાને પોતાના ઇંસ્ટાગ્રામ પર શેર કરતાં કેપ્શનમાં લખ્યું 'સંડે યોગા'.
સૈફ અલી ખાન અને અમૃતા સિંહના બાળકો સોશિયલ મીડિયા પર પોતાના બાળપણથી માંડીને અત્યાર સુધીના ફોટા શેર કરીને પ્રશંસકોનું મનોરંજન કરતા રહે છે.
વર્ષ 2018માં બોલીવુડમાં ડેબ્યૂ કરનાર સારાને છેલ્લે અભિનેતા કાર્તિક આર્યન સાથે ઇમ્તિયાઝ અલીની ફિલ્મ 'લવ આજ કલ'માં મોટા પડદા પર જોવા મળી હતી.
સારા હવે વરૂણ ધવનની સાથે વર્ષ 1995માં આવેલી ફિલ્મ 'કુલી નંબર 1'ની રિમેકમાં જોવા મળશે. તો બીજી તરફ 'અતરંગી'માં અક્ષય કુમાર અને ધનુષ સાથે પણ જોવા મળશે.