PHOTOS

સારાની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ, OTT પર મચાવે છે ધૂમ

SARA ALI KHAN PHOTOS: બોલિવૂડ અભિનેત્રી સારા અલી ખાન આ દિવસોમાં OTT પર તેની નવી ફિલ્મો મર્ડર મુબારક અને એ વતન મેરે વતનની સકસેન પાર્ટી એન્જોય કરતી જોવા મળે છે. બે ફિલ્મોના બેક-ટુ-બેક OTT સ્ટ્રીમિંગ પછી, સારા અલી ખાન તેના પરિવાર સાથે વેકેશન પર ગઈ છે. સારા અલીએ વેકેશનની તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે.

Advertisement
1/5
વેકેશનની મજા
વેકેશનની મજા

સારા અલી ખાન અવારનવાર પોતાની સ્ટાઈલ અને એક્ટિંગથી સોશિયલ મીડિયા પર લાઈમલાઈટ મેળવે છે. પરંતુ જ્યારે પણ અભિનેત્રી તેના વેકેશન અને મુસાફરીની તસવીરો શેર કરે છે, ત્યારે તેને ચાહકો તરફથી ખૂબ તાળીઓ મળે છે. તાજેતરમાં સારા અલી ખાને તેના બીચ વેકેશનની તસવીરો શેર કરી છે.

2/5
સન સેટની મજા
સન સેટની મજા

ફોટામાં સારા અલી ખાન સમુદ્ર કિનારે સનસેટ ટાઈમે કેમેરા માટે પોઝ આપતી જોવા મળે છે. ફોટામાં સારા અલી ખાન કેઝ્યુઅલ બીચ લુકમાં જોવા મળી રહી છે. સારા અલી ખાને વ્હાઈટ કેપ, સ્કાય બ્લુ આઉટફિટ અને બ્લેક ગોગલ્સ સાથે જમાવટ કરી છે. સારાએ બીચ વેકેશન માટે વાઈટ સ્નીકર્સ પસંદ કર્યા છે.

Banner Image
3/5
સારા અને ઈબ્રાહીમ
સારા અને ઈબ્રાહીમ

સારા અલી ખાને પણ ભાઈ ઈબ્રાહિમ અલી ખાન સાથે એક તસવીર શેર કરી છે. આ ફોટોમાં સારા અલી ખાન અને ઈબ્રાહિમ બંને કેમેરા તરફ પીઠ સાથે જોવા મળે છે. સફેદ શર્ટ અને સ્કાય બ્લુ પ્રિન્ટેડ શોર્ટ્સ પહેરીને ઈબ્રાહિમ તસવીરમાં આકાશ તરફ ઈશારો કરતો જોવા મળે છે.  

4/5
વેકેશનના ફોટા પણ શેર કર્યા
વેકેશનના ફોટા પણ શેર કર્યા

સારા અલી ખાને ભાઈ ઈબ્રાહિમ સાથે બીચ વેકેશનના ફોટા તેમજ જૂના વેકેશનના ફોટા ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. સારા અલીએ ઇન્સ્ટાગ્રામ પર વેકેશનની તસવીરો શેર કરીને સુંદર કેપ્શન પણ લખ્યું.

5/5
સારાની ફિલ્મો
સારાની ફિલ્મો

વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો સારા અલી ખાન તાજેતરમાં નેટફ્લિક્સ મૂવી મર્ડર મુબારકમાં જોવા મળી હતી. આ મલ્ટીસ્ટારર ફિલ્મમાં સારા અલી ખાનનો રોલ એકદમ અનોખો હતો. મર્ડર મુબારક બાદ સારા એ વતન મેરે વતનમાં જોવા મળી હતી. અહેવાલો મુજબ અભિનેત્રી હાલમાં મેટ્રો માટે શૂટિંગ કરી રહી છે.





Read More