Shani Surya Ranchank Yog 2025: વૈદિક જ્યોતિષ અનુસાર સૂર્ય-શનિ એકબીજાથી 72 ડિગ્રીના કોણ પર હશે, જેનાથી પંચાંક યોગનું નિર્માણ થઈ રહ્યું છે. આ યોગથી ત્રણ રાશિના જાતકોને બમ્પર લાભ થઈ શકે છે.
વૈદિક જ્યોતિષમાં શનિને સૌથી વધુ પ્રભાવશાળી ગ્રહમાંથી એક માનવામાં આવે છે, જે એક ચોક્કસ સમય બાદ રાશિ પરિવર્તન કરે છે. શનિ જાતકોને કર્મો પ્રમાણે ફળ આપે છે. શનિ એક રાશિમાં આશરે અઢી વર્ષ રહે છે. મહત્વનું છે કે શનિ વર્ષ 2027 સુધી મીન રાશિમાં રહેશે. તેવામાં કોઈને કોઈ ગ્રહ સાથે યુતિ કે પછી દ્રષ્ટિ પડતી રહેશે. તેવામાં શનિ પોતાના પિતા સૂર્યની સાથે સંયોગ કરશે, જેનાથી પંચાંક યોગનું નિર્માણ થશે. વૈદિક જ્યોતિષમાં સૂર્ય-શનિ પિતા-પુત્ર હોવા છતાં બંનેને શત્રુ માનવામાં આવે છે. તો જૂન મહિનામાં બનનાર પંચાંક યોગ કેટલાક જાતકો માટે ભાગ્યશાળી સાબિત થઈ શકે છે. આ રાશિના જાતકોને દરેક ક્ષેત્રમાં સફળતા સાથે વૈભવી જીવન મળશે. આવો આ ભાગ્યશાળી રાશિઓ વિશે જાણીએ.
વૈદિક જ્યોતિષ અનુસાર 3 જૂને સવારે 3 કલાક31 મિનિટ પર સૂર્ય અને શનિ એકબીજાથી 72 ડિગ્રીના કોણ પર હશે, જેનાથી પંચાંક યોગનું નિર્માણ થઈ રહ્યું છે. આ યોગનું નિર્માણ થવાથી બે ગ્રહ કેટલાક જાતકોના જીવનમાં સકારાત્મક અસર કરશે. હકીકતમાં જ્યારે બે ગ્રહ એકબીજાથી 72 ડિગ્રી કોણમાં સ્થિત હોય છે, તો તે એક ત્રિકોણને દર્શાવે છે. તેનો અર્થ છે કે બંને ગ્રહ એકબીજાને સકારાત્મક ઉર્જા આદાન-પ્રદાન કરે છે. આ સમયે શનિ મીન રાશિ તો સૂર્ય વૃષભ રાશિમાં બિરાજમાન રહેશે.
આ રાશિના જાતકો માટે સૂર્ય-શનિનો પંચાંક યોગ લાભકારી સાબિત થઈ શકે છે. આ રાશિના લગ્નભાવમાં સૂર્ય અને અગિયારમાં ભાવમાં શનિ બિરાજમાન છે. તેવામાં આ જાતકોને દરેક ક્ષેત્રમાં ખૂબ સફળતા મળી શકે છે. આત્મવિશ્વાસમાં વધારો થશે, જેનાથી તમે શારીરિક અને માનસિક રીતે ફિટ રહેશો. અટવાયેલા કામ થશે. ઘરમાં ચાલી રહેલી સમસ્યાનું સમાધાન થઈ શકે છે. સંતાન તરફથી ચાલતી સમપ્સાનો અંત આવશે. નોકરીમાં ખૂબ લાભ થવાનો છે. આ સાથે પ્રમોશનનો યોગ પણ બની રહ્યો છે. વેપારમાં સારી સફળતા હાસિલ થઈ શકે છે. લાંબી યાત્રાના માધ્યમથી સારી કમાણી કરી શકો છો.
આ રાશિના જાતકો માટે શનિ-સૂર્યનો પંચાંક યોગ લાભકારી સાબિત થઈ શકે છે. આ રાશિના નવમાં ભાવમાં શનિ અને અગિયારમાં ભાવમાં સૂર્ય રહેશે. તેવામાં તમારી ઈચ્છાઓ પૂર્ણ થશે. આર્થિક સ્થિતિ સારી રહેવાની છે. ઝડપથી ધન-સંપત્તિમાં વધારો થઈ શકે છે. આ સાથે લાંબાગાળાનું રોકાણ ફાયદો કરાવશે. કરિયરમાં સફળતા મળી શકે છે. વેપારમાં પણ લાભ થશે. કાર્યોમાં આવતા વિઘ્નો દૂર થશે. જીવનસાથી સાથે સમય પસાર થશે. ગેરસમજણ દૂર થશે. અચાનક ધનલાભનો યોગ બની રહ્યો છે. સ્વાસ્થ્ય સારૂ રહેશે. આવકમાં વધારો થશે.
આ રાશિના જાતકો માટે સૂર્ય-શનિનો યોગ લાભદાયક રહેશે. આ રાશિના પાંચમાં ભાવમાં સૂર્ય અને ત્રીજા ભાવમાં શનિ બિરાજમાન છે. તેવામાં આ જાતકોને દરેક ક્ષેત્રમાં અપાર સફળતા સાથે ખૂબ ધનલાભ થઈ શકે છે. પરિવાર સાથે સારો સમય પસાર થશે. આ સાથે જીવનમાં ખુશીઓનું આગમન થશે. જીવનમાં સુખ-શાંતિ રહેશે. વિદ્યાર્થીઓ માટે આ સમય અનુકૂળ રહેશે. આ રાશિના જાતકોની એકાગ્રતા વધશે, જેનાથી નવી-નવી વસ્તુ શીખવાની તક મળશે. એકાગ્રતા મજબૂત થતાં તમે અભ્યાસ પર ધ્યાન આપી શકશો. જીવનમાં ખુશીઓનું આગમન થશે. કામના સિલસિલામાં યાત્રા થઈ શકે છે. તેનાથી તમને લાભ થશે. ભાઈ-બહેનો સાથે સંબંધ મજબૂત થશે. પિતા સાથે સમય પસાર થશે.
ડિસ્ક્લેમરઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.