Shani Budh Rahu Ketu Vakri 2025: શ્રાવણમાં 4 ગ્રહ એક સાથે વક્રી રહેશે. એટલે કે 4 ગ્રહ એક સાથે ઉલ્ટી ચાલ ચાલશે. તેવામાં કેટલાક જાતકોનું ભાગ્ય ચમકી શકે છે.
વૈદિક જ્યોતિષ અનુસાર શ્રાવણનો મહિનો 23 જુલાઈથી શરૂ થવાનો છે. જેમાં એક દુર્લભ સંયોગ બની રહ્યો છે. તમને જણાવી દઈએ કે શ્રાવણ મહિનામાં ચાર ગ્રહ વક્રી થવાના છે, જેમાં શનિ 13 જુલાઈએ વક્રી થશે. સાથે વેપારના દાતા બુધ 17 જુલાઈએ વક્રી થશે. તો રાહુ અને કેતુ પહેલાથી વક્રી ચાલ ચાલી રહ્યાં છે. તેવામાં શ્રાવણમાં ચાર ગ્રહ વક્રી ચાલ ચાલશે. આ સંયોગ 72 વર્ષ બાદ બની રહ્યો છે. જેનાથી કેટલાક જાતકોનું ભાગ્ય ચમકી શકે છે. સાથે આ રાશિઓને નોકરીમાં પ્રમોશન અને પગાર વધારાનો યોગ બની રહ્યો છે. તો દેશ-વિદેશની યાત્રા કરી શકે છે. અટવાયેલા પૈસા પરત મળી શકે છે. આવો આ ભાગ્યશાળી રાશિઓ વિશે જાણીએ.
તમારા લોકો માટે 4 ગ્રહનું વક્રી થવું લાભદાયક સાબિત થઈ શકે છે. આ સમય પરિણીત લોકો માટે શાનદાર રહેશે. તો કુંવારા લોકોને લગ્નનો પ્રસ્તાવ આવી શકે છે. આ સમય તમારા માટે સામાજિક અને વ્યાવસાયિક ક્ષેત્રમાં નવી ઊંચાઈઓ પર પહોંચવાનો છે. તમારો આત્મવિશ્વાસ વધશે અને સંચાર કૌશલમાં સુધાર થશે. આ સમયે તમે બચત કરવામાં સફળ રહેશો. સાથે તમારી ઈચ્છાઓ પૂર્ણ થશે.
ચાર ગ્રહોની ઉલ્ટી ચાલ વૃષભ રાશિના જાતકો માટે સકારાત્મક સાબિત થઈ શકે છે. આ દરમિયાન તમારી આવકમાં વધારો થઈ શકે છે. સાથે નોકરી કરનાર જાતકોનું પ્રમોશન અને ઈન્ક્રીમેન્ટ થઈ શકે છે. આ સમયે તમારા સંબંધમાં સુધાર અને નવા સંબંધની શરૂઆત થઈ શકે છે. બિઝનેસ ભાગીદારીમાં લાભ થશે અને લગ્ન જીવન સારૂ થશે. આ સમયે તમે સમાજમાં લોકપ્રિય થશો. તમને માન-સન્માન અને પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થશે.
શ્રાવમમાં ચાર ગ્રહોની વક્રી ચાલ તમારા માટે અનુકૂળ રહેશે. આ સમયે તમને દેવામાંથી મુક્તિ મળી શકે છે. આ દરમિયાન નવી યોજનાઓ શરૂ કરવા કે રોકાણ કરવા માટે સમય અનુકૂળ રહેશે. પ્રેમ સંબંધમાં મધુરતા આવશે અને કુંવારા લોકોને લગ્નનો પ્રસ્તાવ મળી શકે છે. વેપારમાં વિસ્તાર અને આર્થિક લાભનો યોગ બની રહ્યો છે. આ સમયે તમારી ઈચ્છાઓ પૂર્ણ થઈ શકે છે. તો બેરોજગાર લોકોને નોકરી મળી શકે છે. નોકરીમાં પ્રમોશન, નવી જવાબદારી કે વ્યાવસાયમાં સફળતા મળી શકે છે. આ સમય દરમિયાન તમારા સાહસ અને પરાક્રમમાં વધારો થશે.
ડિસ્ક્લેમરઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.