PHOTOS

30 વર્ષ બાદ શ્રાવણમાં શનિ બનાવશે શક્તિશાળી રાજયોગ, આ 2 રાશિઓના દરેક સપના પૂરા થશે, ધનલાભ અને કરિયરમાં પ્રગતિનો યોગ

Kendra Trikona Rajyog 2025: દંડનાયક શનિ મીન રાશિમાં વક્રી થવાની સાથે કેન્દ્ર ત્રિકોણ રાજયોગનું નિર્માણ કરશે, જેનાથી કેટલાક જાતકોને અપાર સફળતા મળી શકે છે.

Advertisement
1/5
કેન્દ્ર ત્રિકોણ રાજયોગ
 કેન્દ્ર ત્રિકોણ રાજયોગ

વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં શનિને સૌથી શક્તિશાળી ગ્રહમાંથી એક માનવામાં આવે છે, કારણ કે તે જાતકોને કર્મ પ્રમાણે ફળ આપે છે. આ સાથે દરેક વ્યક્તિએ જીવનમાં સાડાસાતી અને પનોતીનો સામનો કરવો પડે છે. શનિ મહારાજ સૌથી ધીમી ગતિએ ચાલતા ગ્રહ છે, કારણ કે તે એક રાશિમાં આશરે અઢી વર્ષ રહે છે. તેવામાં એક રાશિમાં બીજીવાર આવવામાં 30 વર્ષ જેટલો સમય લાગે છે. મહત્વનું છે કે શનિ આ સમયે મીન રાશિમાં છે. તો 12 જુલાઈએ આ રાશિમાં વક્રી થશે. શનિના વક્રી થવાથી તે જે ભાવમાં બિરાજમાન છે તેને ફળ આપવાની સાથે એક ભાવ પાછળ પણ ફળ આપશે. મહત્વનું છે કે શનિ વક્રી થવાની સાથે કેન્દ્ર ત્રિકોણ રાજયોગનું નિર્માણ કરશે, જેનાથી બે રાશિઓને બમ્પર લાભ મળી શકે છે. આવો આ રાશિઓ વિશે જાણીએ.  

2/5

વૈદિક જ્યોતિષ અનુસાર કેન્દ્ર ત્રિકોણ રાજયોગ ત્યારે બને છે જ્યારે કુંડળીમાં કેન્દ્ર (1, 4, 7, 10) અને ત્રિકોણ (1, 5, 9) ભાવના સ્વામિઓ વચ્ચે સંબંધ બને છે. આ શુભ યોગ છે. આ યોજ બનવાથી જાતકોને ધન, સમૃદ્ધિ, યશ અને માન-સન્માન પણ પ્રાપ્ત થાય છે.

Banner Image
3/5
વૃશ્ચિક રાશિ
 વૃશ્ચિક રાશિ

શનિ વક્રી થઈને આ રાશિના પાંચમાં ભાવમાં રહેશે. ત્રીજા તથા ચોથા ભાવના સ્વામી હોવાને કારણે શનિ કેન્દ્ર-ત્રિકોણ રાજયોગ પણ બનાવી રહ્યાં છે. મહત્વનું છે કે પાંચમો ભાવ શિક્ષણ, સંતાન, પ્રેમ સંબંધ અને રચનાત્મકતાનો ભાવ છે. તેવામાં સ્પર્ધાત્મક પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને વિશેષ લાભ મળી શકે છે. તમારા દ્વારા કરવામાં આવેલા પ્રયાસોનું ફળ મળશે. લગ્ન કરવા ઈચ્છુક લોકો માટે અનુકૂળ સમય છે. લગ્ન નક્કી થઈ શકે છે. સ્વયંનો વેપાર છે તો તમે ખૂબ વ્યસ્ત રહેશો. પરંતુ ઘર-પરિવાર માટે સમય જરૂર કાઢો. શનિની દ્રષ્ટિ અગિયારમાં ભાવ પર રહેશે તેથી સોશિયલ નેટવર્કથી લાભ થશે. કોઈ જૂની ઈચ્છા, ખાસ કરી જમીન, ભવન સાથે જોડાયેલી પૂર્ણ થઈ શકે છે. આ સિવાય નિર્માણ, વાહન ખરીદવા કે કોઈ મોટા રોકાણનો યોગ બની  શકે છે. જ્યારે શનિ વક્રી થાય છે ત્યારે કર્મના આધારે ફળ મળે છે, પરંતુ તે ફળ મેળવવા માટે સામાન્યથી વધુ પરિશ્રમ કરવો જરૂરી છે.

4/5
ધન રાશિ
 ધન રાશિ

આ રાશિમાં શનિ વક્રી થઈ ચોથા ભાવમાં રહેશે. તેવામાં શનિની ઢૈય્યાનો નકારાત્મક પ્રભાવ થોડો ઓછો થઈ શકે છે. ચોથો ભાવ સુખ, સંપત્તિ, ઘર, વાહન અને પારિવારિક શાંતિનો કારક છે. તેવામાં કેન્દ્ર ત્રિકોણ યોગ આ રાશિના જાતકોનું ઘર, ફ્લેટ કે વાહનનું સપનું પૂરુ કરાવી શકે છે. શનિની દ્રષ્ટિ છઠ્ઠા ભાવ પર પડશે, જેનાથી આ દરમિયાન હોમ લોન, વાહન લોન કે વ્યાવસાયિક લોન લેવા માટે અનુકૂળ સમય છે. પરિવાર વચ્ચે ચાલી રહેલી અનબન સમાપ્ત થઈ શકે છે. માતાના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખો. લગ્ન કરવા ઈચ્છુક જાતકો માટે પ્રબળ યોગ બની રહ્યો છે. વેપારમાં વિશેષ કરીને ભાગીદારીના વેપારમાં જે મંદી કે અનિશ્ચિતતા બનેલી છે, તે સમાપ્ત થશે અને લાભની સ્થિતિ બનવા લાગશે. તમારા દ્વારા ફોકસ અને મહેનતની ક્ષમતામાં વધારો થશે, જેનાથી ઘણા ક્ષેત્રમાં લાભ થઈ શકે છે. તમે બચત કરવામાં સફળ થશો. કોઈ જૂના દેવાથી છુટકારો મળી શકે છે.

5/5

ડિસ્ક્લેમરઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.  





Read More