PHOTOS

શેરબજારની ડરાવણી ભવિષ્યવાણી! ઇતિહાસનો સૌથી મોટો ઘટાડો આવશે... 1929 જેવી હાલતથી રોકાણકારોમાં ડર

Stock Market Crash:  વૈશ્વિક બજારમાં ભારે ઉથલપાથલ ચાલી રહી છે. ભારતીય શેરબજાર પણ ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. દુનિયામાં વેપાર યુદ્ધ શરૂ થઈ ગયું છે. આનાથી દેશ અને દુનિયાના બજારોમાં ભૂકંપ આવ્યો છે.

Advertisement
1/6

Stock Market Crash:  વૈશ્વિક બજારમાં ભારે ઉથલપાથલ ચાલી રહી છે. ભારતીય શેરબજાર પણ હાલમાં ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યું છે. દુનિયામાં ટ્રેડ વોરની શરૂઆત થઈ ચુકી છે. આનાથી દેશ અને દુનિયાના બજારોમાં ભૂકંપ આવ્યો છે. 

2/6

આ દરમિયાન, રિચ ડેડ પુઅર ડેડ પુસ્તકના પ્રખ્યાત લેખક અને રોકાણકાર રોબર્ટ કિયોસાકીએ બીજી એક ડરામણી ભવિષ્યવાણી કરી છે. રોબર્ટ કિયોસાકીએ કહ્યું છે કે શેરબજારનો પરપોટો ફૂટી રહ્યો છે અને આપણે ઇતિહાસની સૌથી મોટી મંદીમાં આગળ વધી રહ્યા છીએ.  

Banner Image
3/6

કિયોસાકીએ ઇતિહાસના સૌથી મોટા ઘટાડાની ચેતવણી આપી છે અને આ સંદર્ભમાં તેમણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે. રોબર્ટ કિયોસાકીએ મંગળવારે પોતાના X એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરીને કહ્યું કે વૈશ્વિક બજારોમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે અને ચિંતા વધી રહી છે કે આ ઇતિહાસનું સૌથી મોટું નાણાકીય પતન હોઈ શકે છે. યુનાઇટેડ સ્ટેટ્સ, જર્મની અને જાપાનમાં આર્થિક કટોકટીએ એવી આશંકા વ્યક્ત કરી છે કે મંદી 1929ના શેરબજારના ક્રેશ કરતાં પણ વધુ ખરાબ હોઈ શકે છે જેના કારણે મહામંદી આવી હતી.

4/6

કિયોસાકીએ કહ્યું કે મેં મારા પુસ્તક રિચ ડેડ્સ પ્રોફેસીમાં આ ઘટાડા વિશે પહેલાથી જ ભવિષ્યવાણી કરી આપી છે. તે આગળ લખે છે કે પરપોટો ફૂટી રહ્યો છે, મને ડર છે કે આ ઇતિહાસનું સૌથી મોટું પતન હોઈ શકે છે. જોકે, તે આગળ લખે છે કે ચિંતા અને ડર લાગવો સામાન્ય છે. બસ ગભરાશો નહીં. ધીરજ રાખો. 

5/6

વધુમાં તે કહે છે કે 'જ્યારે 2008 માં ક્રેશ થયું, ત્યારે મેં બધું શાંત થાય તેની રાહ જોઈ અને પછી મોટા ડિસ્કાઉન્ટ પર વાસ્તવિક સંપત્તિમાં રોકાણ કર્યું. સરળ શબ્દોમાં કહીએ તો, દુનિયા જે મંદીમાંથી પસાર થઈ રહી છે. તે તમારા જીવનની સૌથી મોટી તક હોઈ શકે છે. 

6/6

પરિસ્થિતિ ગમે તેટલી ખરાબ હોય, ધીરજ રાખો અને શાંત રહો. કિયોસાકી વ્યૂહાત્મક રોકાણ પર ભાર મૂકે છે અને મંદી દરમિયાન દાવ લગાવવા માટે મુખ્ય સંપત્તિ તરીકે રિયલ એસ્ટેટ, સોનું, ચાંદી અને બિટકોઇનની ભલામણ કરે છે.





Read More