જમ્મુ અને કાશ્મીરમાં છેલ્લા પાંચ દિવસથી લાગેલા કરફ્યુ બાદ હવે ધીરે ધીરે જીવન પાટે ચડી રહ્યું છે. આજે પ્રશાસને કરફ્યુમાં થોડી ઢીલ આપી અને ફોન તથા ઈન્ટરનેટ સર્વિસ પણ આંશિક રીતે બહાલ કરી છે. ત્યારબાદ જમ્મુ અને શ્રીનગરના બજારોમાં હળવી હલચલ જોવા મળી. લોકો જુમ્માની નમાજ અદા કર્યા બાદ મસ્જિદોમાંથી બહાર નીકળતા જોવા મળ્યાં. અનેક જગ્યાએ લોકો પોતાની જરૂરિયાતનો સામાન ખરીદતા જોવા મળ્યાં. પ્રશાસનની કોશિશ છે કે ઈદના તહેવાર નિમિત્તે લોકોને કોઈ પણ પ્રકારની પરેશાનીનો સામનો ન કરવો પડે. આ બધા વચ્ચે રાજ્યની કેટલીક તસવીરો બધાનું ધ્યાન ખેંચે છે અને દર્શાવે છે કે જમ્મુ અને કાશ્મીરના લોકો હવે ખુશનુમા જીવન તરફ પાછા ફરી રહ્યાં છે.
પ્રસાર ભારતી અને દુરદર્શન તરફથી શેર કરાયેલી આ તસવીર કાશ્મીરની છે. જેમાં જોવા મળી રહ્યું છે કે કાશ્મીરનો બાળક સુરક્ષામાં તહેનાત કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ)ની મહિલા જવાન સાથે હાથ મિલાવીને મિત્રતા કરી રહ્યો છે. આ તસવીર સમગ્ર સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહી છે.
આ તસવીર જમ્મુ અને કાશ્મીરની જ છે. ટ્વીટર પર મોજેસ દિનાકરને શેર કરી છે. તે સીઆરપીએફમાં તહેનાત છે. આ તસવીરમાં પોલીસને જોઈને બાળક હસી રહ્યું છે. તેની મુસ્કાન મનમોહક છે. (તસવીર-ટ્વીટર)
જમ્મુ અને કાશ્મીરના ઉધમપુરમાં શુક્રવારે શાળાઓ ખુલી. બાળકો વાલીઓ સાથે ખુશી ખુશીથી શાળાએ ગયાં. તેમની તસવીરો સામે આવી છે. ઉધમપુરના ડેપ્યુટી કમિશનરના જણાવ્યાં મુજબ જિલ્લામાં હજુ પણ કલમ 144 લાગુ છે. (તસવીર ANI)
જમ્મુ અને કાશ્મીરના ઉધમપુરમાં શુક્રવારે બાળકો શાળાએ જતા જોવા મળ્યાં. ડેપ્યુટી કમિશનરના જણાવ્યાં મુજબ અહીં સવારે 11 કલાકથી સાંજે 5 કલાક સુધી બજારો ખુલ્યા. (તસવીર-ANI)
આ તસવીર શુક્રવાર સવાર શ્રીનગરની છે. જોઈને દરેક જણ કહેશે કે કાશ્મીર ખીણમાં તણાવ નામની કોઈ ચીજ નથી. દરેક વ્યક્તિ હવે ઘરમાંથી બહાર નીકળીને પોતાનું રોજબરોજનું કામ કરી રહી છે. રસ્તાઓ પર રોનક પાછી ફરી રહી છે. (તસવીર ANI)
જમ્મુ અને કાશ્મીરના સાંબા જિલ્લામાં પણ શુક્રવારે શાળાઓ ખુલી. અહીં પણ માહોલ સામાન્ય રહ્યો. અહીંની ગવર્મેન્ટ ગર્લ્સ મોડલ હાયર સેકન્ડરી સ્કૂલની વિદ્યાર્થીનીઓએ હાથમાં ગુલાબનું ફૂલ લઈને પ્રાર્થના કરી. (તસવીર ANI)
કાશ્મીર ખીણમાં હાલાત સામાન્ય થઈ રહ્યાં છે. શ્રીનગરમાં શુક્રવારે જુમ્માની નમાજ અદા કરવા માટે લોકો મસ્જિદ જઈ રહ્યાં છે. (તસવીર ANI)