PHOTOS

વિનાશની ઘડી આવી ગઈ! ઝડપથી નમવા લાગી છે પૃથ્વી, ભારત માટે ખતરાની ઘંટી? વૈજ્ઞાનિકો પણ ચોંક્યા

હાલમાં જ કેટલાક રિસર્ચસે ભાળ મેળવી છે કે ધરતીમાંથી વધુ પ્રમાણમાં પાણી કાઢવાના કારણે આપણી પૃથ્વી લગભગ 80 સેન્ટીમીટર પૂર્વ તરફ નમી ગઈ છે. જેનાથી વૈજ્ઞાનિકો પણ સ્તબ્ધ છે. 

Advertisement
1/6

પાણી વગર જીવવાની તો આપણે કલ્પના પણ ન કરી શકીએ. જાનવરો, પક્ષી, માણસો...કોઈ પણ પાણી વગર જીવતું રહી શકે નહીં. ધરતી પર ઘણું બધું પાણી છે પરંતુ આપણી ધરતીની અંદર ફક્ત 2-3 ટકા જ પીવા યોગ્ય પાણી હોય છે. જેના માટે આપણી જમીનની અંદરથી એટલું બધુ પાણી કાઢી લીધુ છે કે હવે આપણી પૃથ્વીની સ્થિતિમાં ગડબડ થઈ ગઈ છે. 

2/6

જિયોફિઝિકલ રિસર્ચ લેટર્સમાં પબ્લિશ સાઈટિક ડેઈલીના એક રિપોર્ટ મુજબ માણસોએ વિપુલ પ્રમાણમાં પંપ દ્વારા ભૂગર્ભ જળને દોહી  લીધુ છે. જેના કારણે ધરતીમાં દાયકાઓથી પણ ઓછા સમયમાં પ્રતિ વર્ષ 4.36 સેન્ટીમીટરની ઝડપથી લગભગ 80 સેન્ટીમીટર પૂર્વ તરફ પૃથ્વી નમી ગઈ છે. 

Banner Image
3/6

રિપોર્ટમાં વૈજ્ઞાનિકોએ પહેલા અનુમાન લગાવ્યું હતું કે વર્ષ 1993-2010 સુધી માણસોએ પંપના ઉપયોગથી ભૂગર્ભ જળ 2,150 ગીગાટન સુધી કાઢી લીધુ છે. તે 6 મિલિમીટરથી વધુ સમુદ્રના લેવલના વધારા બરાબર છે.   

4/6

રિસર્ચમાં એ પણ જાણવા મળ્યું છે કે અંડરગ્રાઉન્ડ વોટરનો મોટાભાગનો ભાગ ધરતીના 2 વિસ્તારમાં ઉપયોગ કરાયો છે. જેમાં અમેરિકાનો પશ્ચિમી વિસ્તાર અને ઉત્તર પશ્ચિમ ભારત સામેલ છે. રિસર્ચનું નેતૃત્વ કરનારા સિયોલ નેશનલ યુનિવર્સિટીના જિયોફિઝિસ્ટ વેન સિયોએ જણાવ્યું કે અંડરગ્રાઉન્ડ વોટર ઓછા થવાની સૌથી વધુ અસર પૃથ્વીના રોટેશનલ પોલ પર પડે છે. 

5/6

ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં પંજાબ અને હરિયાણાના અનેક વિસ્તારોમાં મોટા  પાયે ભૂગર્ભ જળનો ઉપયોગ થાય છે. રિસર્ચર્સનું માનવું છે કે એક જગ્યાએથી ઘણું બધુ પાણી કાઢ્યા બાદ સામાન્ય રીતે તે સમુદ્ર અને નદીમાં વહી જાય છે. 

6/6

વેન સિયોએ વધુમાં જણાવ્યું કે ધરતીના ઘૂમવામાં વાસ્તવમાં અનેક ફેરફાર થયા છે. ધરતીના ક્લાઈમેટ ઉપર પણ અંડર વોટરના ઘટવાનો પ્રભાવ પડ્યો છે. 





Read More