PHOTOS

સાવધાનઃ આ વખતે પડશે એવી ઠંડી, તૂટી જશે જૂના બધા રેકોર્ડ

ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગે અનુમાન લગાવ્યું છે કે આ વર્ષે કડકડતી ઠંડી પડવાની છે. એટલી ઠંડી તમે આ પહેલા ક્યારેય અનુભવી હશે નહીં. 
 

Advertisement
1/4
શું છે લા નીના
શું છે લા નીના

લા નીના ગ્લોબલ જળવાયુ સિસ્ટમનો મહત્વનો ભાગ છે. આ શબ્દ સ્પેનિશ ભાષાનો છે, જેનો અર્થ એક નાની બાળકી થાય છે. પૂર્વી મહાસાગર ક્ષેત્રની સપાટી પર નિમ્ન હવાનું દબાણ થવા પર આવી સ્થિતિ ઊભી થાય છે, જેથી સમુદ્રની સપાટીનું તાપમાન ખુબ ઘટી જાય છે.

 

 

2/4
લા નીલા ગ્લોબલ જળવાયુ
લા નીલા ગ્લોબલ જળવાયુ

તેની સીધી અસર દુનિયાભરના તાપમાન પર થાય છે અને તે પણ એવરેજથી ઠંડુ થઈ જાય છે. ફાઇનાન્શિયલ ટાઇમ્સના રિપોર્ટ પ્રમાણે, લા નીના નવ મહિનાથી લઈને એક વર્ષ સુધી રહે છે. 

 

 

 

Banner Image
3/4
ઉત્તરના ભાગમાં જોરદાર ઠંડી
ઉત્તરના ભાગમાં જોરદાર ઠંડી

આ વર્ષે દેશના ઉત્તર ભાગમાં જોરદાર ઠંડી હશે. સાથે શીતલહેરની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. તે આવવાથી વિશ્વના હવામાન પર અસર દેખાય છે અને વરસાદ, ઠંડી, હરમી બધામાં ફેરફાર જોવા મળે છે. રાહતની વાત છે કે આ સ્થિતિ દર વર્ષે નહીં, પરંતુ 3થી 7 વર્ષમાં જોવા મળે છે. 

 

 

4/4
તાપમાનમાં ઘટાડો
તાપમાનમાં ઘટાડો

 

દેશમાં ઠંડી, ખુબ વધુ ઠંડી અને કડકડતી ઠંડી નક્કી કરવા માટે હવામાન વિભાગે કેટલાક માપદંડ નક્કી કરેલા છે. જો મહત્તમ તાપમાન સામાન્ય તાપમાનથી 4.5 ડિગ્રી સેલ્સિયર સુધી નીચે રહે છે, તો આવા દિવસને ઠંડી દિવસ કહે છે. જો મહત્તમ તાપમાન, સામાન્ય તારમાનથી 7થી 12 ડિગ્રી સેલ્સિયમ નીચે જાય તો તેને કડકડતી ઠંડી કહે છે. 





Read More