PHOTOS

chandra grahan 2025: વર્ષનું બીજુ ચંદ્રગ્રહણ હશે ખાસ, જોવા મળશે 'બ્લડ મૂન', જાણો સૂતક કાળ


Chandra Grahan 2025: જ્યોતિષીય ગણના પ્રમાણે આ વર્ષનું બીજું ચંદ્રગ્રહણ ખાસ રહેવાનું છે. હકીકતમાં આ વખતે ચંદ્ર ગ્રહણ પર આકાશમાં બ્લડ મૂનનો અદ્ભુત નજારો જોવા મળશે. સપ્ટેમ્બરમાં થનારું આ વર્ષનું બીજું ચંદ્રગ્રહણ લોકોમાં આતુરતાનો વિષય બની ગયું છે. વર્ષ 2025નું બીજુ ચંદ્રગ્રહણ 7 સપ્ટેમ્બરે રાત્રે જોવા મળશે અને આઠ સપ્ટેમ્બરની અડધી રાત્રે ખતમ થશે. આ પૂર્ણ ચંદ્ર ગ્રહણ હશે એટલે કે ચંદ્રમા ધરતીની છાયાથી સંપૂર્ણ રીતે ઢંકાઈ જશે. તો આવો જાણીએ આ વર્ષનું બીજુ ચંદ્ર ગ્રહણ ક્યારે લાગશે, કયા-કયા જોવા મળશે અને તેનો સૂતક કાળ શું હશે.
 

Advertisement
1/5
આગામી ચંદ્રગ્રહણ 2025માં ક્યારે થશે?
આગામી ચંદ્રગ્રહણ 2025માં ક્યારે થશે?

વૈદિક જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે વર્ષનું બીજુ ચંદ્ર ગ્રહણ 7 સપ્ટેમ્બરે રાત્રે 9 કલાક 58 મિનિટ પર શરૂ થશે. જ્યારે આ ચંદ્ર ગ્રહણની સમાપ્તિ રાત્રે 1 કલાક 26 મિનિટ પર થશે. મહત્વનું છે કે આ પૂર્ણ ચંદ્ર ગ્રહણ હશે અને તેનો સૂતક કાળ ગ્રહણ લાગવાની 9 કલાક પહેલા શરૂ થશે.

2/5
આકાશમાં બ્લડ મૂન જોવા મળશે
આકાશમાં બ્લડ મૂન જોવા મળશે

જ્યોતિષ શાસ્ત્રના જાણકારો પ્રમાણે આ વર્ષે ચંદ્ર ગ્રહણ દરમિયાન આકાશમાં બ્લડ મૂનનો નજારો જોવા મળશે. ખગોળશાસ્ત્રીઓ પ્રમાણે જ્યારે ચંદ્રમા સંપૂર્ણ રીતે ધરતીની છાયામાં હોય છે તો તેનો રંગ હળવો લાલ કે નારંગી થઈ જાય છે. આ કારણે તેને બ્લડ મૂન કહેવામાં આવે છે.

Banner Image
3/5
ક્યાં દેખાશે ચંદ્રગ્રહણ?
ક્યાં દેખાશે ચંદ્રગ્રહણ?

આ વર્ષનું બીજું ચંદ્રગ્રહણ, 7 સપ્ટેમ્બર, 2025 ના રોજ થનારું, એશિયા, યુરોપ, પેસિફિક મહાસાગર, એન્ટાર્કટિકા, એટલાન્ટિક મહાસાગર, ઓસ્ટ્રેલિયા અને હિંદ મહાસાગર જેવા વિસ્તારોમાં દેખાશે. ખાસ વાત એ છે કે આ ચંદ્રગ્રહણ ભારતમાં પણ સ્પષ્ટ દેખાશે.

4/5
સૂતલ કાળ માન્ય રહેશે કે નહીં?
સૂતલ કાળ માન્ય રહેશે કે નહીં?

વર્ષનું બીજુ ચંદ્ર ગ્રહણ ભારતમાં જોવા મળશે એટલે તેનો સૂતક કાળ માન્ય રહેશે. ચંદ્ર ગ્રહણનો સૂતક કાળ ગ્રહણ શરૂ થવાના 12 કલાક પહેલા શરૂ થાય છે. સૂતક કાળ દરમિયાન પૂજા-પાઠ ન કરી શકાય. આ સિવાય ગર્ભવતી મહિલાઓને કેટલીક સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવે છે.

5/5
ગર્ભવતી મહિલાઓ ન કરે આ કામ
ગર્ભવતી મહિલાઓ ન કરે આ કામ

શાસ્ત્રો અનુસાર ગ્રહણના સૂતક કાળ દરમિયાન ગર્ભવતી મહિલાઓએ કોઈ ધારદાર વસ્તુનો ઉપયોગ ન કરવો જોઈએ. આ સાથે મહિલાઓએ આ દરમિયાન સૂવુ ન જોઈએ. આમ કરવાથી ગર્ભવતી મહિલા અને તેના બાળકના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે.

ડિસ્ક્લેમરઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.  

 





Read More