Gujarat Tourism પંચમહાલ : ચોમાસું આવતા જ શક્તિપીઠ પાવાગઢનો અદ્દભુત નજારો સામે આવ્યો છે. પાવાગઢ માં સોળે કળાએ પ્રકૃતિ ખીલી ઉઠી છે. વરસાદી માહોલમાં નયરમ્ય દ્રશ્યો જોવા મળ્યા છે.
પાવાગઢ પર્વતમાં બહુ પ્રચલિત એવો ખૂણીયા મહાદેવ ધોધ પણ શરૂ થયો છે. ડુંગર ઉપરથી વરસતો ધોધ પાવાગઢ પર્વતની સુંદરતામાં વધારો કરે છે. વાદળો જાણે પાવાગઢ ડુંગર સાથે સંતાકૂકડી રમતા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે.
પાવાગઢ નિજ મંદીર પણ જાણે વાદળોની ફોજથી ઘેરાયું હોય તેવા સ્વર્ગનો આભાસ થઈ રહ્યો છે. દેશ વિદેશથી સહેલાણીઓ પ્રકૃતિનો આનંદ માણી રહ્યાં છે. યાત્રાળુઓ માં મહાકાળીના દર્શનની સાથે સાથે પ્રકૃતિના પણ દર્શન કરી રહ્યા છે.