PHOTOS

Pics : આખરે કેમ વન વિભાગને બનાસકાંઠાના જંગલમાં સીડબોલ ફેંકવાની જરૂરિયાત ઉભી થઈ?

વૃક્ષોની સંખ્યા ન માત્ર શહેરી વિસ્તારોમાં જ પરંતુ જંગલ વિસ્તારમાં પણ વૃક્ષોની સંખ્યા ઘટી છે. જેના કારણે હવે જંગલમાં રહેતા પ્રાણીઓ માટે પડકાર સાબિત થયો છે. જંગલમાં વૃક્ષોની સંખ્યા વધે તે માટે બનાસકાંઠા વન વિભાગ કામે લાગ્યું છે. બનાસકાંઠા વન વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે માટીના સીડ બોલ. આ સીડબોલ જંગલમાં છુટા ફેંકવામાં આવશે. જંગલ વિભાગ વરસાદ પહેલા જંગલમાં છુટા છવાયા બીજ ફેંકતા હતા. પરંતુ તે પદ્ધતિમાં વરસાદ બાદ જે નવા વૃક્ષો વધવા જોઈએ તે વધતા ન હતા. જેથી આ વર્ષે જંગલમાં છુટા બીજની જગ્યાએ જંગલ વિભાગ સીડબોલ બનાવી વૃક્ષો વધે તે માટે કામે લાગ્યું છે.

Advertisement
1/3

આ વિશે વન વિભાગના ફોરેસ્ટર જાવેદ ઘાસુરા કહે છે કે, જંગલમાં ઘટાદાર વૃક્ષોની સંખ્યા ઘટી છે. જેની સીધી અસર જંગલના પ્રાણીઓ અને પક્ષીઓ પર દેખાય છે. બનાસકાંઠા વન વિભાગમાં રીંછ, દિપડા, ડુક્કર, વાંદરાનું પ્રમાણ વધુ છે. જે વૃક્ષો આ જંગલમાં રહેતા પ્રાણીઓને ખોરાક પૂરો પાડે તેવા વૃક્ષોની સંખ્યા વધે તે માટે ખાસ આ સીડબોલ બનાવવામાં આવ્યા છે. પ્રથમવાર સીડ બોલ બનાવવામાં આવ્યા છે, જે જંગલમાં ફેંકવામાં આવશે.

2/3

સીડબોલ પર જ્યારે વરસાદ પડે છે ત્યારે તેમાં રહેલું બીજ તરત અંકુરિત થશે. કારણ કે, બીજને ભેજ સાથે તળાવની કાંપવાળી માટીમાંથી તમામ પોષકતત્ત્વો મળી રહે છે. જ્યારે સીડબોલ જમીનમાં ચોંટી પણ જાય છે.

Banner Image
3/3

જંગલમાં વૃક્ષોની સંખ્યા વધે તે માટે પ્રથમવાર વનવિભાગ દ્વારા નવતર પ્રયોગ હાથ ધરાયો છે, જેમાં તળાવની માટીના સીડ બોલ બનાવવામાં આવી રહ્યા છે. જિલ્લા વન વિભાગ દ્વારા તમામ રેન્જમાં સીડબોલ બનાવવામાં આવ્યા છે. લાખોની સંખ્યામાં પહેલા રોપા ઉછેરવામાં આવતા હતા, પરંતુ તેમાં ધારી સફળતા ન મળતા હવે વન વિભાગ નવા પ્રયત્નો કરી રહ્યું છે. હવે જોવાનું એ રહેશે કે વન વિભાગની આ મહેનત કેટલી કારગર સાબિત થાય છે.  





Read More