Mars Ketu Gochar 2025 : મંગળ, કેતુની યુતિ સિંહ રાશિમાં બનેલી છે જ્યારે મીન રાશિમાં ચાલી રહેલા શનિની સાથે મંગળનો ષડાષ્ટક યોગ બનેલો છે. મંગળ અને કેતુની યુતિથી કુંજકેતુ યોગ પણ બન્યો છે.
વૈદિક જ્યોતિષ મુજબ ગ્રહો સમયાંતરે અન્ય ગ્રહો સાથે યુતિ બનાવે છે. જેની અસર તમામ રાશિઓ પર પડતી હોય છે. મંગળ, કેતુની યુતિ સિંહ રાશિમાં બની છે જ્યારે મીન રાશિમાં ચાલી રહેલા શનિ સાથે મંગળનો ષડાષ્ટક યોગ પણ બન્યો છે. મંગળ અને કેતુની યુતિથી કુંજકેતુ યોગ બન્યો છે. આવામાં કેટલીક રાશિના જાતકોનું ભાગ્ય ચમકી શકે છે. આ સાથે આકસ્મિક ધનલાભ સાથે પ્રગતિના યોગ છે. જાણો તે લકી રાશિઓ વિશે...
મકર રાશિના જાતકો માટે શનિ, મંગળ અને કેતુનો સંયોગ લાભકારી સિદ્ધ થઈ શકે છે. આ સમયગાળામાં તમને સમયાંતરે આકસ્મિક ધનલાભ થઈ શકે છે. નોકરીયાતોની પદોન્નતિ થઈ શકે છે. તમારા સાહસ અને પરાક્રમમાં વધારો થઈ શકે છે. તમારું કરિયર નવી ઊંચાઈ આંબી શકે છે. મહેનત રંગ લાવશે અને બધા તમારા કામની પ્રશંસા કરશે. તમારા નિર્ણયો સાચા સાબિત થશે અને ભૂતકાળમાં કરાયેલા રોકાણથી સારા લાભ થઈ શકે છે.
મિથુન રાશિને શનિ મંગળ અને કેતુનો સંયોગ સકારાત્મક પરિણામ આપી શકે છે. આ દરમિયાન તમને કામ કાજમાં પ્રગતિ થઈ શકે છે. જે લોકો નોકરીની શોધમાં હશે તેમને નોકરી મળી શકે છે. જો તમે લેખન, પત્રકારત્વ કે શિક્ષણ સાથે જોડાયેલા હોવ તો આ સમય તમારા માટે સારી તકો લઈને આવી શકે છે. તમારી કમ્યુનિકેશન સ્કીલ અને બુદ્ધિની ચારેબાજુ ચર્ચા થશે. વેપારીઓને સારો ધનલાભ થઈ શકે છે. વેપાર વિસ્તરી શકે છે.
વૃષભ રાશિના જાતકો માટે શનિ મંગળ અને કેતુનો સંયોગ શુભ ફળદાયી સિદ્ધ થઈ શકે છે. આ સમયગાળામાં તમને નોકરીમાં પ્રમોશન કે નવો પ્રોજેક્ટ મળી શકે છે. જો તમે વેપાર કરતા હોવ તો નવા એગ્રીમેન્ટ્સ અને નફાની તકો મળશશે. મિત્રો અને સહકર્મીઓનો સાથ મળશે. જેનાથી તમારા કામ સરળ થશે. મોટા લક્ષ્યો હાંસલ કરવા અને નવી યોજનાઓ બનાવવા માટે આ સમય શાનદાર છે. સમયાંતરે આકસ્મિક ધનલાભ થઈ શકે છે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે.
અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, Z 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.