PHOTOS

Shani Amas 2025: શનિ અમાવસ્યા પર કરો આ 5 અચૂક ઉપાય, સાડાસાતીમાં પણ શનિદેવ મહેરબાન રહેશે, ધનમાં થશે વૃદ્ધિ

Shani Amas 2025: આ વર્ષે ફાગણ માસની અમાસ પર વિશેષ સંયોગ બનવા જઈ રહ્યો છે. આ વર્ષે 29 માર્ચ 2025 અને શનિવારે અમાસની તિથિ છે. શનિ અમાસ શનિ દેવની વિશેષ કૃપા પ્રાપ્ત કરવા માટે શ્રેષ્ઠ દિવસ છે. શનિ અમાસ પર આ 5 કામ કરી લેવાથી શનિદેવ પ્રસન્ન રહે છે.
 

Advertisement
1/6
ॐ શં શનૈશ્ચરાય નમ:
ॐ શં શનૈશ્ચરાય નમ:

શનિદેવની કૃપા પ્રાપ્ત કરવા માટે શનિદેવને સરસવનું તેલ અર્પણ કરી કાળા તેલ ચઢાવો. સાથે જ ॐ શં શનૈશ્ચરાય નમ: મંત્રનો જાપ કરો. આ દિવસે કાળા તલ અને સરસવના તેલનો દીવો કરવાથી પણ ધન વૃદ્ધિ થાય છે.   

2/6
માછલીને ભોજન કરાવો
માછલીને ભોજન કરાવો

શનિ અમાસ પર લક્ષ્મીજીને પ્રસન્ન કરવા માટે કાળા અડદ અથવા લોઢાની વસ્તુનું દાન કરો. આ દિવસે ગોળ અને લોટની ગોળીઓ બનાવી માછલી ખવડાવવાથી પણ શનિ દોષનો પ્રભાવ ઓછો થાય છે.   

Banner Image
3/6
દીવા કરો
દીવા કરો

શનિ અમાસના દિવસે સંધ્યા સમયે ઘરના મુખ્ય દ્વાર પર, શિવ મંદિરમાં અને ઘરની દક્ષિણ દિશામાં દીવો કરવો જોઈએ. તેનાથી પિતૃ દેવના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.   

4/6
શનિ અમાસનું દાન
શનિ અમાસનું દાન

શનિ દેવને પ્રસન્ન કરવા માટે શનિ અમાસ પર તેમની પ્રિય વસ્તુઓનું દાન કરો. જેમાં સૌથી શ્રેષ્ઠ રહે જો તમે સવા કિલો કાળા અડદ અથવા જૂતાનું દાન કરો.   

5/6
પિતૃ દોષ માટે ઉપાય
પિતૃ દોષ માટે ઉપાય

શનિ અમાસ પર પિતૃઓની શાંતિ માટે પવિત્ર નદીમાં સ્નાન કરી પિંડદાન અથવા તર્પણ કરી અને યથાશક્તિ દાન કરો. તેનાથી પિતૃ પ્રસન્ન થાય છે.  

6/6




Read More