Navpancham rajyog: વૈદિક જ્યોતિષ અનુસાર ગુરૂ અને શનિ દેવ નવપંચમ રાજયોગ બનાવી રહ્યાં છે, જેનાથી કેટલાક જાતકોનો આકસ્મિક ધનલાભ અને ભાગ્યોદય થઈ શકે છે. આવો જાણીએ આ ભાગ્યશાળી રાશિઓ કઈ છે.
વૈદિક જ્યોતિષ અનુસાર ગ્રહ સમય-સમય પર રાશિ પરિવર્તન કરી શુભ અને રાજયોગનું નિર્માણ કરે છે. જેનો પ્રભાવ માનવ જીવન અને દેશ-દુનિયા પર જોવા મળે છે. તમને જણાવી દઈએ કે ગુરૂ ગ્રહ ઓક્ટોબરમાં પોતાની ઉચ્ચ રાશિ કર્કમાં ગોચર કરશે અને તે શનિ દેવ સાથે નવપંચમ રાજયોગ બનાવવા જઈ રહ્યાં છે. તેવામાં કેટલાક જાતકોનું ભાગ્ય ચમકી શકે છે. આ જાતકોને ધનલાભ થશે સાથે કરિયરમાં પ્રગતિ થશે. જાતકો દેશ-દુનિયાની યાત્રા કરી શકે છે. આવો જાણીએ આ ભાગ્યશાળી રાશિઓ કઈ છે.
તમારા લોકો માટે નવપંચમ રાજયોગ લાભદાયક સાબિત થઈ શકે છે. કારણ કે ગુરૂ ગ્રહ તમારી રાશિમાં ગોચર કરશે. તમે આ સમયે વધુ લોકપ્રિય થશો. સાથે તમને માન-સન્માન પ્રાપ્ત થશે. તો પરિણીત લોકોને પરિવારનો સહયોગ મળશે, ત્યારબાદ ખુદનો બિઝનેસ કરવાનો નિર્ણય લઈ શકો છો. કુંવારા જાતકોના લગ્ન નક્કી થઈ શકે છે. આ સમયે તમારી કાર્યશૈલીમાં નિખાર આવશે.
નવપંચમ રાજયોગનું બનવું મેષ રાશિના જાતકો માટે શુભ ફળયાદી સાબિત થઈ શકે છે. કારણ કે નવપંચમ રાજયોગ તમારી રાશિથી ચોથા ભાવ પર બનવા જઈ રહ્યો છે. તેથી આ સમયે તમારી સુખ-સુવિધામાં વધારો થશે. આ સમયે તમે કોઈ વાહન કે પ્રોપર્ટી ખરીદી શકો છો. વિદેશ વેપાર સાથે જોડાયેલા જાતકો ફાયદામાં રહેશે. નોકરી શોધી રહેલા જાતકોને સારા પગારની જોહ મળી શકે છે. તમારા અટવાયેલા કામ ફરી શરૂ થઈ શકે છે. સાથે આ સમયે તેવા લોકોને વધુ લાભ થઈ શકે છે જેનું કામ-કારોબાર રિયલ એસ્ટેટ, પ્રોપર્ટી કે જમીન-સંપત્તિ સાથે જોડાયેલો છે.
તમારા લોકો માટે નવપંચમ રાજયોગ સકારાત્મક સાબિત થઈ શકે છે. કારણ કે આ રાજયોગ તમારી રાશિથી પંચમ ભાવ પર બનવા જઈ રહ્યો છે. તેથી આ સમયે સંતાન સાથે જોડાયેલા સારા સમાચાર મળી શકે છે. તમને આકસ્મિક ધનલાભ થઈ શકે છે. સંપત્તિને લઈને ચાલતા વિવાદનો અંત આવશે અને ઘરમાં ખુશીઓનું આગમન થશે. નોકરી કરી રહેલા જાતકોને મિત્રની મદદથી નવી જોહ મળી શકે છે, જ્યાં સારો પગાર મળવાની સંભાવના છે. આ સમયે તમારી ઈચ્છાઓ પૂર્ણ થશે.
ડિસ્ક્લેમરઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.