વૈદિક જ્યોતિષ મુજબ મીન રાશિમાં શુક્ર અને શનિનો સંયોગ બનવા જઈ રહ્યો છે. આ યુતિ 3 રાશિવાળાને ખુબ લાભકારી નીવડી શકે છે. સારા દિવસો શરૂ થઈ શકે. જાણો તે લકી રાશિઓ વિશે...
વૈદિક જ્યોતિષ મુજબ શનિદેવ આયુ, કર્મ, ખનિજ, લોઢુ અને ઓઈલના કારક માનવામાં આવે છે. જ્યારે શુક્ર ગ્રહ વૈભવ, સુખ, ધન, લગ્ન જીવન અને લક્ઝરીના કારક ગ્રહ મનાય છે. 29 માર્ચના રોજ શનિ અને શુક્રની યુતિ બનવા જઈ રહી છે. આ યુતિ 30 વર્ષ બાદ મીન રાશિમાં બનશે. જેનાથી કેટલીક રાશિના જાતકોના સારા દિવસો શરૂ થઈ શકે છે. આ સાથે આ લોકોને માન-સન્માન અને પ્રતિષ્ઠા મળી શકે છે. જાણો લકી રાશિઓ વિશે...
વૃષભ રાશિવાળા માટે શુક્ર અને શનિની યુતિ સકારાત્મક સાબિત થઈ શકે છે. કારણ કે આ સંયોગ તમારી ગોચર કુંડળીથી 11માં ભાવ પર બનશે. આ દરમિયાન આવકમાં વધારો થઈ શકે છે. કાર્ય અને વેપારમાં પ્રગતિ થશે. નવો વેપાર શરૂ કરવા માંગતા હશો તો તેમાં સફળતા મળશે. જૂના રોકાણથી લાભ થઈ શકે છે. કરિયરમાં પ્રમોશન કે નવા પ્રોજેક્ટની શરૂઆત થઈ શકે છે. માન સન્માન વધશે. વેપારમાં ઉન્નતિના યોગ છે.
મિથુન રાશિવાળા માટે શુક્ર અને શનિની યુતિ નોકરી અને કારોબારની દ્રષ્ટિએ શુભ સિદ્ધ થઈ શકે છે. તમારા દ્વારા કરાયેલા પ્રયત્નોને યોગ્ય ઓળખ મળશે. જેનાથી તમને ઉચ્ચ સ્થાન મળશે. જીવનમાં અનેક ક્ષેત્રોમાં સફળતાના સંકેત છે. નોકરીયાતોને પદોન્નતિ થઈ શકે છે. બેરોજગારોને નોકરી મળી શકે છે.
શનિ અને શુક્રનો સંયોગ ધનુ રાશિના જાતકોને લાભકારી સાબિત થઈ શકે છે. કારણ કે આ સંયોગ તમારી રાશિથી ચતુર્થ ભાવ પર બની રહ્યો છે. આથી તમને કોઈ લક્ઝરી આઈટમની પ્રાપ્તિ થઈ શકે છે. આ સમય દરમિયાન તમને વાહન અને પ્રોપર્ટીની પ્રાપ્તિ થઈ શકે છે. આ સયમ દરમિયાન ધનવૃદ્ધિના ખાસ યોગ બની શકે છે. આર્થિક સ્થિતિમાં સુધારો થઈ શકે છે. વેપારીઓ માટે સારો સમય રહેશે. વેપાર વધારવાનું વિચારશો.
અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.