PHOTOS

કર્મફળદાતા શનિએ બનાવ્યો દુર્લભ રાજયોગ, વર્ષ 2025 સુધી આ જાતકો જીવશે લક્ઝરી લાઇફ, દરેક કામમાં મળશે સફળતા

Shash Mahapurush Rajyog; શનિથી કુંભ રાશિમાં જતા શશ રાજયોગનું નિર્માણ કર્યું છે. તેવામાં મકર સહિત આ રાશિઓને દરેક ક્ષેત્રમાં સફળતા મળવાની સાથે-સાથે ધનલાભ થઈ શકે છે. 
 

Advertisement
1/5
શશ રાજયોગ
શશ રાજયોગ

નવગ્રહમાં શનિને સૌથી વધુ ક્રૂર માનવામાં આવે છે. તે એક રાશિમાં આશરે અઢી વર્ષ સુધી રહે છે. તેવામાં એક રાશિમાં બીજીવાર આવવામાં આશરે 30 વર્ષનો સમય લાગે છે. તેવામાં શનિનો પ્રભાવ દરેક રાશિના જીવનમાં લાંબા સમય સુધી રહે છે. શનિ એકમાત્ર એવો ગ્રહ છે જેને સાડા સાતી અને પનોતીનો હક આપવામાં આવ્યો છે. મહત્વનું છે કે શનિ આ સમયે પોતાની મૂળ ત્રિકોણ રાશિમાં બિરાજમાન છે. શનિના કુંભ રાશિમાં હોવાથી શશ નામનો પંચમહાપુરૂષ રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે. આ યોગ અતિ શુભ માનવામાં આવે છે. આ યોગ બનવાથી વર્ષ 2025ના માર્ચ મહિના સુધી કેટલાક જાતકોને વિશેષ લાભ મળી શકે છે. લાંબા સમયથી અટવાયેલા કામ પૂરા થશે અને ધન-સંપત્તિમાં વધારો થશે. આવો જાણીએ શશ રાજયોગથી કયાં જાતકોને લાભ મળશે.

2/5
કુંભ રાશિ
કુંભ રાશિ

આ રાશિના લગ્ન ભાવમાં શશ રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે. તેવામાં આ રાશિના જાતકોના જીવનમાં ખુશીઓ આવવાની છે. લાંબા સમયથી અટવાયેલા કામ થવાની સાથે ધન-સંપત્તિમાં વધારો થશે. પરિવારની સાથે સમય પસાર થશે. આ રાશિમાં શનિની સાડાસાતીનું છેલ્લું ચરણ ચાલી રહ્યું છે. તેવામાં આ રાશિના જાતકોના જીવનમાં શનિ વધુ સકારાત્મક પ્રભાવ પાડશે. જો આ રાશિના જાતકો વિદેશ જવા ઈચ્છે છે તો તેનું સપનું પૂરુ થઈ શકે છે. નોકરી કરનાર જાતકો માટે શશ રાજયોગ લાભદાયક સાબિત થઈ શકે છે. આ રાશિના જાતકોને જોરદાર સફળતા મળશે. આ સાથે પગાર વધારો અને પ્રમોશન મળવાની શક્યતા છે. આ દરમિયાન તમારો ઝુકાવ આધ્યાત્મ પ્રત્યે રહેશે. તમારૂ સ્વાસ્થ્ય પણ સારૂ રહેવાનું છે. 

Banner Image
3/5
વૃષભ રાશિ
 વૃષભ રાશિ

આ રાશિમાં શશ રાજયોગનું નિર્માણ દસમાં ભાવમાં થઈ રહ્યું છે. તેવામાં આ રાશિના જાતકોને વિશેષ લાભ મળી શકે છે. આ રાશિમાં શનિ કર્મ અને ભાવના સ્વામી માનવામાં આવે છે. તેવામાં આ રાશિના જાતકોને દરેક ક્ષેત્રમાં સફળતા મળી શકે છે. ભાગ્યનો સાથ પણ તમને મળશે. આ રાશિના જાતકોને તેની મહેનતનું ફળ મળી શકે છે. નોકરી કરનાર જાતકોના કામની પ્રશંસા થશે. આ સાથે તમારૂ વિદેશમાં નોકરી કે વેપાર કરવાનું સપનું સાકાર થઈ શકે છે. બિઝનેસમાં પણ ખુબ સારો લાભ થઈ શકે છે. ભવિષ્યમાં પૈસાની બચત કરવામાં સફળ રહેશો. જે લોકો નોકરી શોધી રહ્યાં છે તેને પણ સફળતા મળશે. પરિવાર સાથે સારો સમય પસાર થશે. 

4/5
કન્યા રાશિ
 કન્યા રાશિ

આ રાશિના છઠ્ઠા ભાવમાં શશ રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે. તેવામાં આ રાશિના જાતકોને ખુબ સફળતા મળી શકે છે. તમારા દ્વારા કરવામાં આવી રહેલા પ્રયાસોને સફળતા મળી શકે છે. કરિયરમાં તમને ભાગ્યનો સાથ મળશે. આ સાથે તમારા પગારમાં વધારો, પ્રમોશન સાથે તમને કોઈ મોટી જવાબદારી સોંપવામાં આવી શકે છે. તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે. જો તમે બેન્કમાંથી લોન લેવા ઈચ્છો છો તો તેમાં પણ સફળતા મળશે. નોકરી બદલવાનું વિચારી રહ્યાં છો તો તમને લાભ મળી શકે છે. ભાગ્યનો સાથ મળશે. તમે તમારી મહેનતથી કરિયરમાં ઊંચી છલાંગ લગાવી શકો છો.

5/5
ડિસ્ક્લેમર
ડિસ્ક્લેમર

આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.





Read More