શનિદેવની જ્યારે કૃપા થાય તો વ્યક્તિ ખાડેથી સિંહાસન પર બેસતા જરાય વાર લાગતી નથી. વૈદિક પંચાંગ મુજબ શનિદેવે 29 માર્ચના રોજ કુંભ રાશિમાથી નીકળીને મીન રાશિમાં ભ્રમણ કર્યું. જેના લીધે કેટલીક રાશિઓને 2027 સુધી સ્થિતિ સારી અને ફાયદાકારક રહી શકે છે. જાણો તે લકી રાશિઓ વિશે...
વૈદિક જ્યોતિષ મુજબ શનિદેવ એક રાશિમાં લગભગ 30 વર્ષ બાદ પાછા ફરે છે. શનિદેવે 29 માર્ચ 2025ના રોજ કુંભમાંથી મીનમાં ગોચર કર્યું હતું. જ્યાં તેઓ 2027ની મધ્ય સુધી રહેશે. આ સમયગાળા દરમિયાન શનિદેવ કેટલીક રાશિઓ પર કૃપા વરસાવશે. આ રાશિના જાતકોને કરિયર અને વેપારમાં પ્રગતિ મળી શકે છે. કાર્યોમાં સફળતાના યોગ છે. દેશ વિદેશની મુસાફરી કરી શકે છે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને સફળતા મળી શકે છે. જાણો કઈ રાશિઓ ભાગ્યશાળી રહી શકે છે...
કુંભ રાશિના જાતકો માટે શનિનું આ ગોચર સકારાત્મક રહી શકે છે. કારણ કે શનિદેવ તમારી રાશિથી ધન અને વાણીના સ્થાન પર 2027 સુધી ભ્રમણ કરશે. આથી આ દરમિયાન તમારા માટે સમયાંતરે આકસ્મિક ધનલાભના યોગ બની રહ્યા છે. ઘર પરિવારની સમસ્યાઓ ઉકેલાઈ શકે છે. વેપારીઓ, બેંકરો, ડેટા સાયન્ટિસ્ટ, ગણિતજ્ઞ, મીડિયા, માર્કેટિંગ અને વાર્તાકારો જેવા વ્યવસાયિકોને પણ ફાયદો થઈ શકે છે. આ સાથે જ શનિદેવ તમારી રાશિથી 12મા ભાવના સ્વામી છે. આથી આ સમય દરમિયાન તમને કોર્ટ કચેરીના કામોમાં સફળતા મળી શકે છે. ધનની બચત કરવામાં સફળ રહેશો.
વૃષભ રાશિના જાતકોને પણ શનિનું આ ગોચર અનુકૂળ સાબિત થઈ શકે છે. કારણ કે શનિદેવ તમારી રાશિના 11માં ભાવમાં ભ્રમણ કરશે. આથી આ દરમિયાન તમારી આવકમાં જબરદસ્ત વધારાના યોગ છે. બચત કરવામાં સફળ રહેશો અને કૌટુંબિક મતભેદો પણ દૂર થશે. ખુલીને પોતાની વાત રજૂ કરી શકશો. નોકરીયાતો માટે સમય ઉત્તમ રહેશે. વેપારીઓને નફો થઈ શકે છે. શનિદેવ તમારી રાશિથી ભાગ્ય અને કર્મના સ્થાનના સ્વામી છે. આથી આ સમય દરમિયાન તમને ભાગ્યનો સાથ મળશે. નોકરીયાતોને પદોન્નતિ થઈ શકે છે. વેપારીઓને સારો ધનલાભ થઈ શકે છે.
મકર રાશિના જાતકો માટે શનિદેવનું ગોચર શુભ ફળદાયી રહી શકે છે. કારણ કે શનિદેવ તમારી રાશિથી ત્રીજા ભાવ પર ભ્રમણ કરી રહ્યા છે અને તેઓ વર્ષ 2027 સુધી અહીં બિરાજમાન રહેશે. આથી તમારા સાહસ અને પરાક્રમમાં વધારો થશે. શનિની ત્રીજી દ્રષ્ટિ તમારી રાશિથી સંતાન ભાવ પર પડી રહી છે. આથી તમને સંતાન સંબંધિત કોઈ સારા સમાચાર મળી શકે છે. ઉચ્ચ શિક્ષણ કે વિદેશ સંબંધિત કાર્યોમાં પ્રગતિના સંકેત છે. શનિની કૃપાથી નિર્ણય લેવાની ક્ષમતામાં સુધારો થશે અને લાંબા ગાળાની યોજનાઓ લાગૂ કરવામાં મદદ મળશે. કાર્યક્ષેત્રમાં સકારાત્મક ફેરફાર થઈ શકે છે. કોઈ વાહન કે પ્રોપર્ટી ખરીદી શકો છો.
અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, Z 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.