PHOTOS

આગામી અઢી વર્ષ આ 5 રાશિવાળા માટે છે અત્યંત ભારે, શનિદેવ આપશે ખુબ કષ્ટ, બચવા માટે હવાતિયા મારશો!

Shani Gochar 2025: અઢી વર્ષ બાદ શનિ ગોચર કરીને મીન રાશિમાં પ્રવેશ્યા અને આ સાથે જ 5 રાશિવાળા માટે દુખના દહાડા શરૂ થઈ ગયા છે. 29 માર્ચના રોજ શનિદેવે કુંભ રાશિમાંથી મીન રાશિમાં ભ્રમણ કર્યું. તેમના મીનમાં પ્રવેશતાની સાથે જ કેટલીક રાશિઓ પર સાડાસાતી અને ઢૈય્યાની અસર શરૂ થઈ. જે ખુબ પીડાદાયક મનાય છે. જાણો કઈ રાશિઓએ આગામી અઢી વર્ષ સુધી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. 

Advertisement
1/6
અઢી વર્ષ કરશે હેરાન પરેશાન
અઢી વર્ષ કરશે હેરાન પરેશાન

સાડાસાતી અને ઢૈય્યામાં જાતકોએ ખુબ કષ્ટ ઝેલવા પડે છે. શનિ અઢી વર્ષ સુધી મીન રાશિમાં રહેશે અને આ 5 રાશિના જાતકોને ખુબ કષ્ટ અને નુકસાન સહન કરવું પડી શકે છે. 

2/6
મેષ રાશિ
મેષ રાશિ

શનિના ગોચરની સાથે જ મેષ રાશિવાળા પર સાડા સાતીનો પ્રથમ તબક્કો શરૂ થઈ ગયો છે. જે ખુબ કષ્ટકારી રહી શકે છે. કારોબારમાં વિધ્ન આવશે. નોકરીમાં સમસ્યા થઈ શકે છે. તમારા પોતાના જ તમારા વિરોધમાં આવશે. આ રાશિવાળા માટે શનિનો લોઢાનો પાયો રહેશે જે ખુબ શારીરિક કષ્ટ પણ આપી શકે છે. 

Banner Image
3/6
સિંહ રાશિ
સિંહ રાશિ

સિંહ રાશિના જાતકો માટે શનિની ઢૈય્યા શરૂ થઈ છે. આ સાથે જ શનિ લોઢાના પાયે રહેશે. જે માતાને કષ્ટ આપી શકે છે. તમને પણ બીમારી કે ઈજાથી પરેશાન કરશે. ભાગદોડ રહેશે. શત્રુઓ હાવિ રહેશે. ધનહાનિ થઈ શકે છે. 

4/6
ધનુ રાશિ
ધનુ રાશિ

ધનુ રાશિવાળા ઉપર પણ શનિની ઢૈય્યા શરૂ થઈ છે. જે અનેક રીતે કષ્ટદાયી રહી શકે છે. માનસિક તણાવ રહેશે. ઘરમાં ઝઘડા  કંકાસ શરૂ થઈ ગયો છે. પૈસા પાણીની જેમ ખર્ચાશે. શનિનો લોઢાનો પાયો સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ આપી શકે છે. 

5/6
કુંભ રાશિ
કુંભ રાશિ

કુંભ રાશિવાળા માટે સાડા સાતીનો અંતિમ તબક્કો રહેશે. આથી શરૂઆતમાં તે કષ્ટદાયક રહેશે પરંતુ અંત સારો રહેશે. વાહન સાવધાનીથી ચલાવવું. સ્વાસ્થ્યનો ખ્યાલ રાખવો, ઉતાવળમાં નિર્ણય ન લેવા.

6/6
મીન રાશિ
મીન રાશિ

મીન રાશિવાળા પર સાડા સાતીનો બીજો તબક્કો રહેશે. જે સૌથી વધુ કષ્ટદાયક રહી શકે છે. આ સાથે જ શનિ મીન રાશિમાં રહીને રાહુ સાથે યુતિ કરી રહ્યો છે અને પિશાચ યોગ પણ છે. આ યોગ ખુબ કષ્ટદાયક રહે છે. બનતા કામ બગડે છે. કોઈ કામ સફળ થવા દેશે નહીં. શારીરિક અને માનસિક કષ્ટ આપશે. કરિયરમાં અડચણો આવી શકે છે. 





Read More