વૈદિક શાસ્ત્ર મુજબ શનિ એક નિશ્ચિત સમયગાળા બાદ નક્ષત્ર પદ પરિવર્તન કરે છે. આવામાં તેઓ હોળી પહેલા પૂર્વાભાદ્રપદના ત્રીજા પદમાં પ્રવેશ કરશે જેનાથી 3 રાશિવાળાને ખુબ ફાયદો થાય તેવા યોગ છે.
કર્મફળદાતા શનિની બળવાન ગ્રહોમાં ગણતરી થાય છે. શનિ એક રાશિમાં લાંબા સમય સુધી રહે છે અને એટલે તેમનો પ્રભાવ દરેક રાશિમાં લાંબા સમય સુધી રહે છે. શનિ એક નિશ્ચિત સમયગાળા બાદ રાશિ અને નક્ષત્ર પરિવર્તન પણ કરે છે. શનિ હાલ પૂર્વ ભાદ્રપદ નક્ષત્રમાં બિરાજમાન છે. જ્યારે હોળી પહેલા 2 માર્ચના રોજ આ નક્ષત્રના ત્રીજા પદમાં પ્રવેશ કરશે. આવામાં 12 રાશિઓ પર કોઈને કોઈ પ્રભાવ જરૂર પડી શકે છે. પરંતુ 3 રાશિઓને બંપર લાભ થઈ શકે છે. 27 વર્ષ બાદ પૂર્વાભાદ્રપદ નક્ષત્રમાં રહેવાથી આ રાશિઓનું ભાગ્ય ચમકી શકે છે. શનિના પૂર્વાભાદ્રપદ નક્ષત્રના ત્રીજા પદમાં આવવાથી કઈ રાશિઓને લાભ થશે તે પણ જાણો.
કર્ક રાશિના જાતકો માટે શનિનું પૂર્વભાદ્રપદના ત્રીજ પદમાં જવું ખુબ લાભકારી સિદ્ધ થઈ શકે છે. આ રાશિના જાતકોને ઝડપથી આત્મવિશ્વાસમાં વધારો થતો જોવા મળશે. નોકરીમાં પ્રગતિ થઈ શકે છે. પરંતુ નવી નોકરીના કારણે સ્થાન પરિવર્તન કરવું પડી શકે છે. જીવનમાં ખુશીઓનું આગમન થઈ શકે છે. જો તમે કોઈ કામને ધૈર્ય સાથે કરશો તો તમને જરૂર સફળતા મળશે.
કન્યા રાશિના જાતકો માટે શનિનું નક્ષત્ર પરિવર્તન કરવું અનુકૂળ સાબિત થઈ શકે છે. આ રાશિના જાતકો આત્મ મંથન કરશે, જેનાથી સ્વયંમાં ખુબ ફેરફાર કરી શકે છે. તમારી વાણીમાં સૌમ્યતા આવશે, જેનાથી લોકો વચ્ચે તમે પ્રસિદ્ધિ મેળવી શકો છો. નોકરીની વાત કરીએ તો વિદેશ જવાની તક મળી શકે છે. પરંતુ સ્વાસ્થ્ય અંગે વધુ ધ્યાન આપવાની જરૂર છે. બેકારના ખર્ચાથી પણ પરેશાન થઈ શકો છો. આથી સમજી વિચારીને થોડા ખર્ચા કરો.
મીન રાશિના જાતકો માટે શનિનું પૂર્વાભાદ્રપદના ત્રીજા પદમાં જવું શુભ બની શકે છે. આ રાશિના જાતકોના કામની પ્રશંસા થશે. આ સાથે જ સમાજમાં માન સન્માનમાં વધારો થશે. શાસન, રાજનીતિ સાથે જોડાયેલા લોકોને ખુબ લાભ મળી શકે છે. નોકરી અને વેપારમાં ખુબ લાભ થઈ શકે છે. કારોબારમાં બનાવેલી રણનીતિઓ કારગર સાબિત થશે. શૈક્ષણિક કાર્યોમાં તમારું મન લાગશે. આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો. જેનાથી અનેક ક્ષેત્રોમાં સફળતા મેળવી શકો છો.
અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.